શોધખોળ કરો
Advertisement
અજમેરઃ રાજકોટ આવતી બસનો ટ્રેલર સાથે અકસ્માત, 8 લોકોના મોત
પોલીસને કહેવા મુજબ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ અજમેર-બ્યાવર વચ્ચે નેશનલ હાઈવે 9 પર લામાના વિસ્તારમાં રોંગ સાઇડમાં આવી રહેલું ટ્રેલર બસ સાથે અથડાયું હતું. જેના કારણે બસમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
અજમેરઃ રાજસ્થાનના અજમેર જિલ્લાના માંગલિયાવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે એક ખાનગી બસ તથા ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતો. બસ રાજસ્થાનના જયપુરથી ગુજરાતના રાજકોટ આવતી હતી.
પોલીસને કહેવા મુજબ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ અજમેર-બ્યાવર વચ્ચે નેશનલ હાઈવે પર લામાના વિસ્તારમાં રોંગ સાઇડમાં આવી રહેલું ટ્રેલર બસ સાથે અથડાયું હતું. જેના કારણે બસમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી 12 લોકોની હાલત વધારે ગંભીર હતી.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે જવાહરલાલ નેહરુ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બસ જયપુરથી રાજકોટ આવતી હતી, જ્યારે ટ્રેલર અજમેર તરફ જતું હતું.
Rajasthan: 8 people died and 20 people were injured after a bus rammed into a truck near Lamana village in Ajmer, earlier today. Injured are undergoing treatment at a hospital. pic.twitter.com/uRQjtN1lXN
— ANI (@ANI) September 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement