શોધખોળ કરો
Advertisement
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક બે બસો વચ્ચે અકસ્માત થતાં 20 લોકો ઈજાગ્રસ્ત, જાણો વિગત
કલેક્ટર આઈ.કે.પટેલે કહ્યું હતું કે, આ બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીઓની સારવારનો ખર્ચ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ભોગવશે. શનિવારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે મુસાફરો માટેની પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો.
ભરૂચ: નર્મદા જિલ્લામાં આવેલ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક બે બસો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદાજે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને હેલિકોપ્ટર થકી સારવાર માટે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ શિફ્ટ કરાયા હતા. અકસ્માત થતાં જ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા જ્યારે ઈજાગ્રસ્તોને બચાવવા માટે દોડી આવ્યા હતાં.
અકસ્માતને લઈને કેવડિયાના કલેક્ટર આઈ.કે.પટેલે કહ્યું હતું કે, આ બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીઓની સારવારનો ખર્ચ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ભોગવશે. શનિવારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે મુસાફરો માટેની પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અંદાજિત 20 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા હતાં.
કલેક્ટર આઈ.કે.પટેલે વધુમાં કહ્યું હતું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને ગરુડેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં શિફ્ટ કરાયા હતા. ત્યાં તેઓને જરૂરી સારવાર આપીને ડિસ્ચાર્જ કરાયા હતાં. આ પ્રવાસીઓ પૈકી વડોદરાના રહેવાસી 18 વર્ષીય કિન્નરીબેન પટેલને ગંભીર ઈજા થતાં તાત્કાલિક એમ્બુલન્સ મારફતે વડોદરા શિફ્ટ કરાયા હતાં.
પ્રવાસીઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનો આગ્રહ રાખવામાં આવતાં તેઓને ગ્લોબલ હોસ્પિટલ વડોદરા લઈ જવામાં આવ્યા હતા. તે પૈકી કિન્નરીબેન પટેલ નામના પ્રવાસીને વધુ સારવાર અર્થે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના હેલિકોપ્ટરથી વડોદરાથી અમદાવાદ શિફ્ટ કરાયા હતાં.
આ ઉપરાંત પ્રવાસી ગોરધનભાઇ ગોવિંદભાઇ હિરાણીને આંખમાં વધારે ઇજા થયાનું જણાતાં તેઓને નગરી આંખની હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે. તમામ પ્રવાસીઓનો સારવાર માટેનો ખર્ચ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ભોગવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement