(Source: ECI/ABP News/ABP Majha)
Delta Plus Variant Gujarat: કોરોનાના નવા ડેલ્ટા વેરિએન્ટને લઈ ગુજરાતમાંથી શું આવ્યા ચિંતાના સમાચાર, જાણો
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 48 કેસ સામે આવી ચૂક્યા છે.
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 48 કેસ સામે આવી ચૂક્યા છે. જેનાથી હવે નવું જોખમ તોળાઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. પરંતુ હવે ગુજરાત પણ આ વેરિએન્ટની ઝપેટમાં આવી ગયું છે. આ અંગે કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી હતી.
ગુજરાત માટે ચિંતાના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં પણ હવે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના બે કેસ હોવાનો કેંદ્ર સરકારના પ્રેઝન્ટેશનમાં ખુલાસો થયો છે. દેશમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે દેશના 18 જિલ્લામાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્યના 48 જેટલા કેસ નોંધાયા છે. કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.
મહારાષ્ટ્રમાં શુક્રવાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 20 કેસ નોંધાયા હતા. તમિલનાડુમાં 9, મધ્યપ્રદેશમાં 7, કેરળમાં 3, પંજાબમાં 2, ગુજરાતમાં 2, આંધ્રપ્રદેશમાં 1, ઓરિસ્સામાં 1, રાજસ્થાન 1, કર્ણાટકમાં 1 અને જમ્મૂ કાશ્મીરમાં 1 કેસ નોંધાયો છે. આમ અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં 48 કેસ સામે આવ્યા છે.
શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta plus variant) થી સંક્રમિત થયેલા 80 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Maharashtra Health Minister Rajesh Tope) એ જાણકારી આપી હતી.
રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 દર્દીઓમાંથી એક દર્દીનું મોત થયું છે. મૃતકની ઉંમર 80 વર્ષ જણાવવામાં આવી છે. વ્યક્તિ અન્ય બીમારીથી પણ પીડિત હતા. રાજ્યમાં ડેલ્ટા પ્લસના રત્નાગિરીમાં નવ, જલગાંવમાં સાત, મુંબઈમાં બે, પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યા છે.
આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. સૌથી પહેલા જેનેટિક ડેલ્ટા પલ્સને AY.1, નામથી ઓળખાયો હતો અને તે સૌ પ્રથમ માર્ચ મહિનામાં યુરોપના દેશોમાં જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં ક્રમશ પાંચ કેસ યૂકેમાં ડેલ્ટા પ્લસના નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોનાવાયરસના એક અલગ સ્વરૂપ તરીકે જ ઓળખવામાં આવ્યો છે. તેમાં કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા. જે અન્ય વેરિયન્ટથી અલગ રીતે વર્તે છે. હાલ 80 દેશોમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો છે.