શોધખોળ કરો

રાજ્યના આ વિસ્તારમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ પણ 48 ટકા વરસાદની ઘટ

રાજ્યમાં આ વર્ષે ચોમાસું ભલે વહેલું શરૂ થયું હોય. પરંતુ અત્યાર સુધી ચોમાસાનું સાધારણ રહ્યું છે.

રાજ્યમાં બે સપ્તાહના વિરામ બાદ ફરીથી ચોમાસુ સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજે ડાંગ, વલસાડમાં અતિભારે, જ્યારે પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

તો શુક્રમવારે નર્મદા, ડાંગ, તાપીમાં ભારે વરસાદ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, આણંદ, દાહોદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આગામી 22 ઓગસ્ટ સુધી માત્ર હળવા વરસાદની જ શક્યતા છે. ગુજરાતમાં હજુ પણ વરસાદની 48 ટકા ઘટ છે.

અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પોરબંદર, સુરેંદ્રનગર જિલ્લા એવા છે. જ્યાં વરસાદની હજુ પણ 50 ટકાથી વધુ ઘટ છે.

ચોમાસું સાધારણ રહ્યું

રાજ્યમાં આ વર્ષે ચોમાસું ભલે વહેલું શરૂ થયું હોય. પરંતુ અત્યાર સુધી ચોમાસાનું સાધારણ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 38.05 ટકા જ વરસાદ પડ્યો છે. જ્યારે ગયા વર્ષે 18 ઑગસ્ટ સુધી રાજ્યમાં 83.59 ટકા વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષની સરખામણીએ 46 ટકા ઓછો વરસાદ છે. સરેરાશ વરસાદની સામે રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ છે.

ઓગસ્ટમાં 18 દિવસમાં સરેરાશ એક ઈંચ પણ વરસાદ થયો નથી. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. તો 15 જિલ્લાઓમાં 50 ટકાથી પણ વધારે વરસાદની ઘટ છે. જ્યારે 26 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. અને માત્ર 6 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અને ઝોન પ્રમાણે જોઈએ તો આ સીઝનમાં કચ્છ ઝોનમાં અત્યાર સુધી 31.74 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 31.30 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 36.70 અને દક્ષિણ ગુજરાતમાં 43.49 ટકા વરસાદ નોધાયો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 34.27 ટકા વરસાદ જ વરસ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ

પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ

H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા

Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત

Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર

Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા

Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ

Embed widget