શોધખોળ કરો

Mahisagar: એક અધિકારીએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાના અપહરણની નોંધાવી ફરિયાદ, બીજા અધિકારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Mahisagar News:  મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાઓનું અપહરણ થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

Mahisagar News:  મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાઓનું અપહરણ થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ બાબતે લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મહીસાગરના પ્રોબેશન ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.  લુણાવાડા પોલીસ મથકમાં બે સગીરાઓના અપહરણ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

લુણાવાડા શહેરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાઓનું અપહરણ થયું હોય તે અંગે ફરિયાદ નોંધાઈ હતી. લલચાવી ફોસલાવી અને અજાણ્યા ઇસમે અપહરણ કર્યા અંગે લુણાવાડા ચિલ્ડ્રન ફોર ગર્લ્સ મહીસાગરના પ્રોબેશન ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો ચિલ્ડ્રન હોમ એ એક સોસાયટીની અંદરના વિસ્તારમાં આવેલ અહીંયા અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ ગુનામાં ભોગ બનનાર સગીરાઓ તેમજ બાળકોને રાખવામાં આવતા હોય છે ત્યારે અહીંયાથી જ બે સગીરાઓનું અપહરણ થયા અંગેની ફરિયાદ નોંધાતા સુરક્ષા ઉપર પણ અનેક સવાલ ઉદભવ્યા છે.

Mahisagar: એક અધિકારીએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાના અપહરણની નોંધાવી ફરિયાદ, બીજા અધિકારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ABP ASMITA દ્વારા આ બાબતે લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મહીસાગરની મુલાકાત લીધી હતી જ્યાં ઇન્ચાર્જ અધિકારી નરેશ ડામોર સાથે વાતચીત કરી હતી અને આ ઘટનામાં નવો જ વળાંક આવ્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બંને સગીરાઓ બીજા માળેથી સાડી બાંધી અને નીચે ઉતરી અને નાસી ગઈ છે તેમ જણાવ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે છે. અપહરણ થયું નથી પરંતુ આ બંને ભાગી ગઈ છે જેવું તેમણે જણાવ્યું હતુ.

તો લુણાવાડા પોલીસ મથકમાં આપના જ વિભાગના પ્રોબેશન ઓફિસરે અપહરણની ફરિયાદ કેમ નોંધાવી તે અંગે તેમણે સવાલ કરતા તેમણે જણાવ્યું કે એ કદાચ ભૂલથી એ રીતની ફરિયાદ લખાઈ હશે બાકી બંને બાળકી અહીંયાથી ભાગી ગઈ છે. આમ એક જ વિભાગના બંને અધિકારીઓના જવાબમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. જોકે આ બંને સગીરાઓ પંચમહાલ અને દાહોદ જિલ્લાના પોલીસ મથક વિસ્તારમાં બનેલ ગુનામાં ભોગ બનનાર હોય જેને લઇ અને અહીંયા મૂકવામાં આવ્યા હતા ત્યારે અહીંયાથી જ જો તે નાસી ગયા હોય તો ચિલ્ડ્રન હોમમાં મુકેલ બાળકોની સુરક્ષા પર પણ સવાલ ઉદ્ભવ્યા છે. 

તેમણે જણાવ્યું હતું કે આ બંને સગીરાઓએ બીજા માળેથી સાડી બાંધી અને નીચે ઉતરી અને નાસી ગઈ છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે છે અને અમે અંગે ફરિયાદ નોંધાવી છે. અપહરણ ફરિયાદ કેમ નોંધાવી તે અંગે પૂરતા તેમણે જણાવ્યું હતું કે એ કદાચ પ્રોબેશન ઓફિસર દ્વારા ભૂલથી તે રીતે ફરિયાદ નોંધાવામાં આવી હશે પરંતુ આ બંને બાળાઓ ભાગી ગઈ છે તેમ જણાવ્યું હતું.

લુણાવાડા ખાતે ચિલ્ડ્રન હોમ આવેલ છે જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર તેમજ મળી આવેલ સગીરને રાખવામાં આવે છે જેમાં પાવાગઢ તેમજ ઝાલોદ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના ભોગ બનનાર બે સગીરાઓને રાખવામાં આવી હતી. જે બીજા માળેથી દુપટ્ટો નાખી અને નાસી ગઈ હતી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.  જેમાં ઝાલોદ પીએસઆઇ પાસેથી મળતી માહિતી મુજબ સગીરા મળી આવી છે જેને અહીંયા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામે ભોગ બનનાર બંને સગીરાઓને લેવા માટે લુણાવાડા પોલીસ ગઈ છે. સગીરાની પૂછપરછ બાદ જ તેમને કોઈ ભગાડી ગયું હતું કે કેમ તે અંગે વિગત બહાર આવશે. હવે બંને સગીરાઓ મળી આવતા પોલીસ દ્વારા તેને લુણાવાડા ખાતે લાવી અને પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જ આગળની હકીકતો બહાર આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget