શોધખોળ કરો

Gujarat: ડમીકાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી

કરાઈ પોલીસ એકેડમીમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને ભાવનગર સરકારી એન્જિનિયરિંગ કોલેજના ક્લાર્ક અક્ષર બારૈયાને દબોચી લેવાયા.

ચકચારી ડમીકાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  કરાઈ પોલીસ એકેડમીમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને ભાવનગર સરકારી એન્જિનિયરિંગ કોલેજના ક્લાર્ક અક્ષર બારૈયાને દબોચી લેવાયા.  2021માં બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં સંજય પંડ્યાએ અક્ષર બારૈયા વતી ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. 

આજે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં SITની બેઠક મળી હતી. જેમાં ડમી કાંડમાં સંડોવાયેલા તમામ આરોપીને ઝડપી લેવાની સૂચના અપાઈ હતી.  ડમી કાંડનો મુખ્ય આરોપી શરદ પનોત સરતાનપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.  અન્ય એક આરોપી પી. કે. દવે જે BRC કો-ઓર્ડિનેટર હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ બંનેને ફરજ પરથી મોકૂફ કરી દીધા છે. 

ડમી કાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે પણ આરોપો લાગ્યા હતા. આજે યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યો કે, ડમીકાંડમાં 70થી વધુની સંડોવણી  છતાં શા માટે 36 લોકો સામે જ ફરિયાદ નોંધાઈ ? આ સાથે જ એલાન કર્યું કે, આગામી દિવસોમાં ફોરેસ્ટની ભરતી અને ચિલ્ડ઼્રન યુનિવર્સિટીમાં ચાલતા કૌભાંડની પોલ ખોલીશ. 

જેતપુરના ગુંદાળા ગામે 9 વર્ષની વિદ્યાર્થીનીનું સ્કૂલ બસની અડફેટે મોત

રાજકોટ જિલ્લાના જેતપુરના મોટા ગુંદાળા ગામમાં  પટેલ ચોક નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અહીં સ્વામિનારાયણ સ્કૂલની બસે અડફેટે લેતા વિદ્યાર્થીનિનું મોત થયું છે.  સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈને ગામમાં મુકવા માટે બસ આવી હતી.  સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓને ઉતારી બસ જતા સમયે અડફેટે લેતા  ઘટના બની છે.  ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થયું છે.  અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી.  કેસ્વી અરવિંદભાઈ અભંગી નામની 9 વર્ષીય વિદ્યાર્થીનિનું મોત થયું છે.  જેતપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિદ્યાર્થીનના મોતને લઈ ડોકટરને ખખડાવ્યા હતા. જેતપુર સિવિલ હોસ્પિટલના મેદાનમાં ડોક્ટરને ધારાસભ્યએ ધક્કા માર્યા તેમજ ટાપલી દાવ કર્યો હતો. ધારાસભ્ય જયેશ રાદડિયાએ સિવિલ સુપ્રીડેન્ટન્ડને ઉધડા લીધા હતા. ડોકટર દ્વારા અકસ્માતમાં મોત થયેલ વિદ્યાર્થીનીનું પીએમ કરવાની ના પાડતા ખખડાવ્યા હતા. સિવિલના ડોક્ટર દ્વારા ફોરેન્સિક પીએમ કરવાનું કહેતા ધારાસભ્યએ ઉધડા લીધા હતા. 

Gujarat: સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું

સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે.   આજે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40.8 અને રાજકોટમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  હવામાન વિભાગના અનુસાર  ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈ તાપમાનમાં વધારો થશે.  બે દિવસ બાદ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 ડિગ્રી વધી શકે છે. 

હવામાન વિભાગની આગાહી  સામે આવી છે. સાથે જ અમદાવાદવાસીઓને ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. બે દિવસ બાદ અમદાવાદમાં ગરમીમાં આંશિક રાહત મળશે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે 2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Embed widget