શોધખોળ કરો

રાજ્યમાં વધુ બે યુવાનોના હાર્ટ એટેકથી મોત, સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થીનો ગયો જીવ

ગીર સોમનાથની વાત કરીએ તો વધતા જતા હ્રદય હુમલા ના બનાવે વધુ એક યુવાનનો ભોગ લીધો છે. કોડીનારનાં ફાફણી ગામનાં 28 વર્ષીય યુવાન હ્રદય થંભી જતાં મોત થયું છે.

Heart Attack Death in Gujarat: રાજ્યમાં આજે વધુ બે યુવાઓના હાર્ત એટેકથી મોત થયા છે. ગીર સોમનાથમાં એક યુવકનો જીવ ગયો છે તો સુરતમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે.

ગીર સોમનાથની વાત કરીએ તો વધતા જતા હ્રદય હુમલા ના બનાવે વધુ એક યુવાનનો ભોગ લીધો છે. કોડીનારનાં ફાફણી ગામનાં 28 વર્ષીય યુવાન હ્રદય થંભી જતાં મોત થયું છે. ફાયર બ્રિગેડની તૈયારી કરતા યુવાનને રસ્સા ચઢની પ્રેક્ટિસ દરમિયાન હ્રદય હુમલો આવતા મોત થયું છે. પોતાના જ ગામમાં પ્રેક્ટિસ દરમિયાન ભુપત સોલંકી નામના યુવાન નું મોત નિપજ્યું હતું.

સુરતની વાત કરીએ તો અલથાણ વિસ્તારમાં આ ઘટના બની છે. ધો.12ના વિદ્યાર્થીનું છાતીમાં દુખાવો થયા બાદ મોત થયું છે. દીવાબત્તી કરીને ઊભો થયો અને છાતીમાં દુખાવો થયો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા યુવકનું મોત થયું હતું. દેવ પટેલ 12માં ધોરણ માં અભ્યાસ કરતો હતો.

યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?

આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 cricket: ટી-20 ઇતિહાસનો સૌથી મોટો સ્કોર, 120 બોલમાં 349 રન કરી બરોડાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
T20 cricket: ટી-20 ઇતિહાસનો સૌથી મોટો સ્કોર, 120 બોલમાં 349 રન કરી બરોડાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Canada Indian Murder Case: 22 વર્ષીય યુવકની રૂમમેટે જ છરીના ઘા ઝીંકીને કરી નાંખી હત્યા | Abp AsmitaMehsana: Dabba Trading:ડબ્બા ટ્રેડિંગ નેટવર્કનો પર્દાફાશ, મહાભારતના પાત્રો હતા કોડવર્ડBhupendrasinh Zala:મહાઠગે ધરપકડથી બચવા હવાતિયા મારવાનું કર્યું શરૂ,આગોતરા જામીન અરજીમાં શું લખ્યું?Valsad Rain In Winter: ભર શિયાળે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં ભારે વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 cricket: ટી-20 ઇતિહાસનો સૌથી મોટો સ્કોર, 120 બોલમાં 349 રન કરી બરોડાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
T20 cricket: ટી-20 ઇતિહાસનો સૌથી મોટો સ્કોર, 120 બોલમાં 349 રન કરી બરોડાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી
કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા, આગોતરા જામીન માટે કરી અરજી
Health Tips: મોમોઝ, પિત્ઝા, બર્ગર ખાનારા સાવધાન, થઇ શકે છે કેન્સર, રિસર્ચમાં ડરાવનારો ખુલાસો
Health Tips: મોમોઝ, પિત્ઝા, બર્ગર ખાનારા સાવધાન, થઇ શકે છે કેન્સર, રિસર્ચમાં ડરાવનારો ખુલાસો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Embed widget