Kheda: ખેડામાં કપડા સૂકવવા જતા વીજ કરંટ લાગતા દેરાણી જેઠાણીના મોત, પરિવારમાં શોકનો માહોલ
ખેડા: વિસ્તારમાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કઠલાલ તાલુકામાં કરંટ લાગતા બે મહિલાના મોત થયા છે. ઘોઘાવાડા તાબે રઘનાથપુરામાં આ દુર્ઘટના ઘટી છે. ટેરેસ પર કપડા સૂકવવા જતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો.
ખેડા: વિસ્તારમાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કઠલાલ તાલુકામાં કરંટ લાગતા બે મહિલાના મોત થયા છે. ઘોઘાવાડા તાબે રઘનાથપુરામાં આ દુર્ઘટના ઘટી છે. ટેરેસ પર કપડા સૂકવવા જતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા બંને મહિલાઓને હોસ્પિટલે ખસેડાઈ હતી. જો કે, હોસ્પિટલમાં બંને મહિલાઓને તબીબ દ્વારા મૃત જાહેર કરાઈ હતી.
એક મૃતક મહિલાનું નામ સુધાબેન દિલીપભાઈ ભોઈ હતું જેની ઉંમર 38 વર્ષની હતી. જ્યારે બીજા મહિલાનું નામ સુરેખાબેન વિક્રમભાઈ ભોઈ હતું અને તેમની ઉંમર 33 વર્ષની હતી. સગપણમાં બંને મહિલા દેરાણી જેઠાણી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલમાં બન્ને મૃતકોના મૃતદેહને પીએમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોત થયાની વધુ એક ઘટના બની હતી. સુરતના સુરતના પલસાણાના બગુમરા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન ગરબા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. દરમિયાન દર્શન જયેશભાઇ રાઠોડ નામનો 21 વર્ષીય યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો. બાદમાં યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે યુવકને સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યુ હતું.
તાજેતરમાં જ સુરતમાં ગોડાદરામાં ૧૩ વર્ષની વિદ્યાર્થિનીનું બેભાન થયા બાદ મોત થતા અરેરાટી મચી ગઈ હતી. શાળામાં જ વિદ્યાર્થિની બેભાન થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બેભાન થયા બાદ તેણીને હોસ્પિટલ લઇ જવાતા હાજર ડોક્ટરે તેન મૃત જાહેર કરી હતી. કાપડ વેપારીની દીકરી ધોરણ ૮ મા અભ્યાસ કરતી હતી. આજે ચાલુ ક્લાસ દરમ્યાન બેભાન થતા તેણીની ફોઈને બોલાવીને હોસ્પિટલ લઇ જવાઈ હતી. જો કે, કિશોરીને બચાવી શકાઈ નહોતી. ચાલું ક્લાસમાં કિશોરી પડી જતા ત્યાં હાજર સાથી વિદ્યાર્થીઓ પણ ચોંકી ગયા હતા.
નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતના કાપોદ્રા વિસ્તારમાં જમ્યા બાદ બેભાન થઈ જતાં રત્નકલાકારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કાપોદ્રા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય રત્નકલાકાર જમ્યા બાદ આરામ કરતો હતો, એ દરમિયાન તે બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે શ્રીરામનગર સોસાયટીમાં રહેતો અશોકુમાર ગણેશપ્રસાદ કુમાર રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો. અશોકુમારનાં ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. અશોકુમાર 4 સપ્ટેમ્બરે રાતપાણીની નોકરી પૂર્ણ કરી 25 સપ્ટેમ્બરે સવારે ઘરે આવ્યો અને બપોરના જમીને સૂઈ ગયો હતો. પત્નીએ રાહુલને જગાડતાં જાગ્યો ન હતો અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ મહિનામાં જ તાજેતરમાં જ રાજકોટમાં કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના વ્યક્તિઓના મોત નિરજ્યા છે. 3 પરિવારે પોતાના ઘરના આધાર સ્થંભ સમાન વ્યક્તિઓને ગુમાવતા શોકનો માહોલ છવાયો છે. બનાવ સંદર્ભે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. આમ અચાનક હાર્ટ એટેકના કારણે લોકો મોતને ભેટતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.