(Source: ECI/ABP News/ABP Majha)
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.
Gujarat Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ છે. ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.
મંગળવારે રાજ્યમાં ક્યાં ક્યાં પડ્યો હતો કમોસમી વરસાદ
મંગળવારે મતદાન પૂરું થયા બાદ રાજકોટ અને અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટના વિછીયા ભારે પવન વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમરેલીમાં મતદાન પૂર્ણ થયા બાદ વરસાદની એન્ટ્રી થતાં અસહ્ય ગરમી માંથી લોકોને રાહત મળી હતી. અમરેલીના ગોખરવાળા, દેવળીયા આસપાસના ગામો હાઇવે ઉપર વરસાદ પડ્યો હતો. થોડીવાર ધોધમાર વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી. ભારે પવન વચ્ચે વરસાદ પડતાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છહતો. ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી થોડી રાહત મળી હતો. મોડાસાના ટીંટોઈ પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો. મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ પડતાં. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હકા, વિઝિબીલિટી ઘટતાં લોકો હેડ લાઇટ શરૂ કરીને વાહન ચલાવતાં જોવા મળ્યા હતા.
બનાસકાંઠામાં અંબાજી પંથકના વાતાવરણ માં એકાએક પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ પડ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. મતદાનના દિવસે હવામાન વિભાગે ભારે ગરમી અને ઉકળાટની આગાહી હતી.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગની આગાહી દ્વારા આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આગામી બે દિવસ હીટવેવ ની આગાહી છે. 11, 12, 13 મે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ડાંગ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા પ્રિ મોન્સુન એક્ટિવિટીની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કાંઠા વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.