શોધખોળ કરો

Gujarat: કાળઝાળ ગરમી વચ્ચે 3 જિલ્લાના વાતાવરણમાં પલટો, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં કમોસમી વરસાદ 

દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગરમીનો પાર સતત વધી રહ્યો છે.  ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.

Gujarat weather Update: દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગરમીનો પાર સતત વધી રહ્યો છે.  ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મતદાન વચ્ચે રાજ્યના ત્રણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. 

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.  અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી થોડી રાહત મળી છે. મોડાસાના ટીંટોઈ પંથકમાં પણ વરસાદ છે. મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ છે. વરસાદ પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, વિઝિબીલિટી ઘટતાં લોકો હેડ લાઇટ શરૂ કરીને વાહન ચલાવતાં જોવા મળ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.  ઇડર અને વડાલી પંથકમાં વાતાવરણ પલટાયુ છે.  ભર ઉનાળે ઇડર અને વડાલીમાં વરસાદી ઝાપટા પડ્યા છે.  ઇડરના ભૂતિયા અને વડાલીના જેતપુર કંપા,ચુલ્લા અને વડ ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા છે. કમોસમી વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે.  

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દાંતીવાડા, પાંથાવાડા અને ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  ઉકળાટ વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.  હવામાનમાં બદલાવની વચ્ચે પણ મતદારો મતદાન મથક ઉપર પહોંચ્યા હતા.    

આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના કહેવા મુજબ, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ કેટલાક વિસ્તારો માટે વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 

અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar-Ahmedabad Highway Accident:હાઈવે પર પલટી ટ્રક,સદનસીબે જાનહાની ન થતા રાહતHun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે

IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO

જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે

હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!

Embed widget