સરપંચ બનવા મેદાનમાં ઉતરેલી સુપર મોડલ એશ્રા પટેલ પર કોણે કર્યો હુમલો ? પોલીસની 3 જીપ દોડી આવી ને........
એશ્રા પટેલે સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માટે ઝંપલાવ્યું છે. મતદાનમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થતાં એશ્રા પટેલ ફરી સમાચારોમાં ચમકી છે.
![સરપંચ બનવા મેદાનમાં ઉતરેલી સુપર મોડલ એશ્રા પટેલ પર કોણે કર્યો હુમલો ? પોલીસની 3 જીપ દોડી આવી ને........ unworn persons attack on Chhotaudepur Sarpanch candidate and model Aeshra Patel સરપંચ બનવા મેદાનમાં ઉતરેલી સુપર મોડલ એશ્રા પટેલ પર કોણે કર્યો હુમલો ? પોલીસની 3 જીપ દોડી આવી ને........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/15/796515d97cc808ab1e60cdb5d8ce29b8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભરૂચઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવાર મતદાન થયું હતું. સૌની નજર મુંબઇની મોડલ એશ્રા પટેલનું શું થાય છે તેના પર મંડાયેલી છે. એશ્રા પટેલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માટે ઝંપલાવ્યું છે ત્યારે રવિવારે થયેલા મતદાનમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થતાં એશ્રા પટેલ ફરી સમાચારોમાં ચમકી છે.
એશ્રાએ જણાવ્યું હતું કે, મતદાન પૂરું થવાની તૈયારી હતી, ત્યારે બે-ત્રણ માણસો અંદર જોર જોરથી બોલી રહ્યા હતા. એટલે હું જોવા ગઈ અને કહ્યું કે, ઝઘડશો નહીં લોકોની લાંબી લાઇન છે. ઝઘડી રહ્યા હતા , તે લોકોએ આવીને મને ધક્કો માર્યો. જેમ તેમ ગાળો બોલવા લાગ્યા. બહાર આવીને પણ ઝઘડો ચાલું રાખ્યો. જેને કારણે આખું ગામ ભેગું થઈ ગયું હતું. તેમની સામે પણ ગાળાગાળી કરવા લાગ્યા. ખેંચતાણમાં મારો પગ છોલાઇ ગયો. હું પડતા પડતા રહી ગઈ. ગામમાં આવું થઈ શકે તો બીજી જગ્યાએ શું ન થઈ શકે. એક જાતની ગુંડાગર્દી હતી. આ ઘટનાથી હું શોક થઈ ગઈ છું.
કાવઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. એશ્રા પટેલ અને સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એ પછી ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં એ અંગે માહિતી નથી.
મોડેલ એશ્રા પટેલે રવિવારે સવારે કાવીઠા ગામની પ્રાથમિક શાળાના બુથ પર મતદાન કર્યું હતું. એશ્રા પટેલ મતદાન પછી ભાવકુ થઈ ગઈ હતી. મતદાન બાદ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, આજે મને બહુ આનંદની લાગણી થઇ રહી છે. આજે મારા પર મારા ગામના દરેક ગરીબ માણસની જવાબદારી આવી ગઇ હોય એવું લાગે છે. અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે અને તેમને સારી જીંદગી આપવી એ મારા માટે જિંદગીનું મિશન બની ગયું છે. એશ્રા પટેલે કહ્યું કે, હું આ ચૂંટણીમાં જીતીસ કે હારીશ પણ મારાં ગામનાં લોકોના હક માટે હું લડતી રહીશ. લોકોના મારા પર વિશ્વાસ છે તેથી જીતની અપેક્ષા હું રાખુ છું. મને લોકોએ આશિર્વાદ આપ્યા છે અને પૂજાઓ અને પ્રાર્થનાઓ પણ કરી છે તેથી મારી જીત થશે એવું મને લાગે છે અને મારે મારાં ગામનાં લોકોની સેવા કરવા માટે જીતવુ છે.
મુંબઈની મોડેલ એશ્રા પટેલ પિતાના રસ્તે ચાલીને વતનના ગામમાં સરપંચ બનવા માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. એશ્રા પટેલના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે. તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે ત્યારે એશ્રા પટેલ સહિચ ચાર મહિલાએ ઉમેદવારી કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)