Heat Wave: આજથી તમામ હેલ્થ સેન્ટરો મોડી સાંજ સુધી ખુલ્લા રખાશે, વડોદરા મનપાએ કર્યા ખાસ આદેશો, જાણો ડિટેલ્સ
Heat Wave Warning: ગુજરાતમાં અત્યારે મે મહિનો તપી રહ્યો છે, એપ્રિલથી શરૂ થયેલી કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ આગળ યથાવત રહેશે
![Heat Wave: આજથી તમામ હેલ્થ સેન્ટરો મોડી સાંજ સુધી ખુલ્લા રખાશે, વડોદરા મનપાએ કર્યા ખાસ આદેશો, જાણો ડિટેલ્સ Vadodara Mahanagar Palika Actioned on the Heat Wave warning in gujarat all urban health center will open till evening Heat Wave: આજથી તમામ હેલ્થ સેન્ટરો મોડી સાંજ સુધી ખુલ્લા રખાશે, વડોદરા મનપાએ કર્યા ખાસ આદેશો, જાણો ડિટેલ્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/6ae58b349b7c81df2694953ce8e47fdd17139268420991006_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heat Wave Warning: ગુજરાતમાં અત્યારે મે મહિનો તપી રહ્યો છે, એપ્રિલથી શરૂ થયેલી કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ આગળ યથાવત રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને અન્ય શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સરકારે પણ આ મુદ્દે નવી ગાઇડલાઇન બહાર પાડીને શું કરવું અને શું ના કરવું તેની ખાસ સૂચનાઓ આપી છે. ત્યારે હવે વડોદરા મહાનગર પાલિકાએ મોટી એક્શન લીધી છે. હીટવેવાના પગલે વડોદરા મનપાએ અર્બન હેલ્થ સેન્ટર અને અન્ય મુદ્દાઓ પર મોટા આદેશો કર્યા છે.
અત્યારે સમગ્ર રાજ્યમાં હીટવેવની સ્થિતિ યથાવત છે, ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે, આ હીટવેવની ચેતવણીને પગલે વડોદરા મનપા એક્શનમાં મૉડમાં આવ્યુ છે. મનપાએ આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આદેશો કર્યા છે કે, આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો સાંજે સાત વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ તમામ હેલ્થ સેન્ટરો પર ORSના પેકેટ રાખવા પણ સૂચના અપાઇ છે. આ ઉપરાંત હીટવેવાના કારણે કોઇને નુકસાન ના પહોંચે તે માટે પણ સૂચનાઓ આપવામા આવી છે, સફાઈ કામદારોનો સમય સાંજે ચાર વાગ્યાનો કરવામાં આવ્યો છે. રોજમદારો, શ્રમિકો માટે હંગામી આશ્રય સ્થાન મનપાએ આદેશ કર્યા છે. આની સાથે સાથે શહેરમાં હીટસ્ટ્રૉકના દર્દીઓ અને મૃતકોની જાણ પણ મુખ્ય આરોગ્ય અધિકારીને તાત્કાલિક ધોરણે કરવા આદેશ કરવામાં આવ્યા છે.
અમદાવાદ કે રાજકોટ નહીં ગુજરાતનું આ શહેર બન્યુ સૌથી 'હૉટ', પારો પહોંચ્યો 46.2 ડિગ્રી સુધી
રાજ્યમાં અત્યારે વૈશાખ મહિનાની કાળઝાળ ગરમી પડી રહી છે, અમદાવાદથી લઇને રાજકોટ, સુરત અને વડોદરા સહિતના કેટલાય મોટા શહેરમાં લોકો આકરા તાપમાં શેકાઇ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી છે કે, હજુ પણ રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉંચો જઇ શકે છે. ગઇકાલે રાજ્યમાં ભીષણ ગરમી યથાવત રહી હતી, પરંતુ અમદાવાદ કે રાજકોટ- સુરત નહીં પરંતુ સાબરકાંઠાનું હિંમતનગર શહેર સૌથી હૉટ શહેર બન્યુ છે.
અત્યારે મોટાભાગના શહેરોમાં લૂ ની સાથે અગનવર્ષા વર્ષી રહી છે. ગુજરાત જ નહીં સમગ્ર ઉત્તર ભારત ભીષણ ગરમીની ઝપેટમાં આવ્યુ છે, છેલ્લા બે દિવસથી નવી દિલ્હી-NCRમાં હીટવેવની સ્થિતિ યથાવત રહી છે, અને મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો હતો. ખાસ વાત છે કે, ગુજરાતમાં પણ ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેટલાક વિસ્તારોમાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.
હવામાન વિભાગના તાજા આંકડા જોઇએ તો, રાજ્યમાં મે મહિનાની આકરી ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસતા આખુ ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાયું છે, ખાસ વાત છે કે, મોટાભાગના વિસ્તારોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે, અને રાજ્યમાં હિંમતનગર સૌથી હૉટેસ્ટ સીટી બન્યુ છે, હિંમતનગરમાં સૌથી વધું 46.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આની સાથે સાથે રાજ્યમાં 11 જિલ્લામાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર શહેર સામેલ છે, આ ઉપરાંત બનાસકાંઠા અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)