Vande Bharat Train Accident: મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત
Vande Bharat Train Accident: વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વાપી અને સંજાણની વચ્ચે અકસ્માત નડ્યો છે. મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી હતી. સામાન્ય મરામત કરીને ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી.
Vande Bharat Train Accident: વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વાપી અને સંજાણની વચ્ચે અકસ્માત નડ્યો છે. મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી હતી. સામાન્ય મરામત કરીને ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી. જો કે, કઈ રીતે અકસ્માત નડ્યો એની સત્તાવાર કોઈ જાણ નથી. પરંતુ પશુ વચ્ચે આવી ગયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હોય. આ પહેલા પણ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. જે વખતે ટ્રેનના આગળના ભાગને નુકસાન પણ થયું હતું.
આ જગ્યાએ મતદાન જાગૃતિ માટે ખાસ ઓફર
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયુચાલી રહ્યું છે ત્યારે આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુને વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામા આવી રહયા છે. ત્યારે પોરબંદરમાં મતદાન જાગૃતિને લઈ વેપારી અને તબીબો પણ મેદાને આવ્યા છે. મતદાતાઓ માટે ખાસ ઓફર રાખવામા આવી હતી.
પોરબંદરમાં આજે વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી. પોરબંદર વિધાનસભા બેઠકમાં સૌથી વધારે મતદાન થાય તે માટે પોરબંદરના ખાણીપીણીના ધંધાર્થીઓએ ખાસ ઓફર રાખી હતી. જાણીતા કનુભાઈ ગાંઠીયા અને ભજીયાવાળા દ્વારા જે મતદાર મતદાન કરીને આવે તેમને ગાઠીયા અને ભજીયાની પ્લેટ સાથે જલેબીની પ્લેટ ફ્રી આપવામા આવી હતી. તો શિવા બેકર્સ દ્વારા જે મતદાતા મતદાન કરી અને તેમની શોપ ઉપર આવે તેમને પેસ્ટ્રી ખવડાવી અને મીઠુ મોઢુ કરાવવામા આવ્યુ હતુ. વેપારીઓ એવુ જણાવ્યું હતુ કે લોકશાહીના પર્વની ઉજવણી લોકો આનંદ અને ઉત્સાહ સાથે કરે તે માટે આ ખાસ ઓફર મુકવામા આવી હતી.
તો બીજી તરફ પોરબંદરના મનન ટેસ્ટ ટયુબ બેબી અને ડેન્ટલ હોસ્પીટલ દ્વારા મતદાન જગૃતિ્ને ખાસ ઓફર આપવામાં આવી હતી. જે દર્દી મતદાન કર્યાનુ નિશાન દેખાડશે તેમને એક સપ્તાહ સુધી એકઅપ ફ્રી કરી આપવા માટેની ખાસ ઓફર આપી છે. તેમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પોરબંદરમાં આજે મતદાનના દીવસે લોકોમાં પણ એનરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ મતદાન જગૃતિના અભિાયાનમાં વેપરીઓ અને તબીબો પણ જોડાયા હતા.
AAP નેતા રેશ્મા પટેલે કર્યો આચાર સંહિતાનો ભંગ
આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે આચાર સંહિતાનો ભંગ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી મતદાન કર્યું હતું. મતદાન મથક નજીક ઝાડુ બતાવી મતદાન કર્યાનો વીડિયો વાયરલ થયો છે.
ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે બે કલાકમાં અંદાજિત 10 થી 12 ટકા મતદાન થયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. સુરતની કતારગામ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યુ. મતદાન કર્યાનો ફોટો ટ્વિટર પર મૂકી તેમણે લખ્યું, તમારા એક મતથી પેપર ફૂટવાની ઘટના બંધ થશે, તમારા મતથી તમારું ભાગ્ય બદલશે. મતદાન અવશ્ય કરો. જય હિન્દ