વાપીમાં દારૂના નશામાં ચકચૂર યુવક અને યુવતીએ મચાવી ધમાલ, લારી સંચાલક સાથે કરી મારામારી
Valsad News: યુવતી પાસેથી દારૂનો જથ્થો પણ મળ્યો હતો. જે બાદ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
Valsad News: વાપીમાં દારૂના નશમાં ચકચૂર યુવક અને યુવતીએ હાથમાં દારૂના ટીન સાથે ધમાલ મચાવી હતી. ખાણીપીણીની લારી પર કોઈ વાતને લઈને બબાલ કરી હતી અને દારૂના નશામાં યુવક અને યુવતીએ લારી સંચાલક સાથે મારામારી કર્યા બાદ લારીમાં ભારે તોડફોડ કરી હતી. ઉપરાંત લારી સંચાલક મહિલા અને પુરુષને પણ ઢોર માર માર્યો હતો.
યુવતીએ પોતે દારૂ વાળી હોવાનું કહી જાહેરમાં આતંક મચાવ્યો હતો. વાપી રેલવે સ્ટેશન નજીક બનેલી ઘટાને ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ પહોંચી હતી. વાપી ટાઉન પોલીસે યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન તપાસ હાથ ધરી હતી, જેમાં યુવતી પાસેથી દારૂનો જથ્થો પણ મળ્યો હતો. જે બાદ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
નડિયાદ તાલુકાના ચલાલીમાં રહેતા દંપતિ ઝઘડા બાબતે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ આપવા માટે ગયા હતા. દરમિયાન પતિ નશાની હાલતમાં હોવાનું ફરજ પરના કર્મીને શંકા જતા તપાસ કરતા નશાની હાલતમાં હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. ચકલાસી પોલીસ સ્ટેશનમાં તા.2 સપ્ટેમ્બરના રોજ પોલીસ કર્મચારી પોતાની ફરજ પર હાજર હતા. દરમિયાન રાતના 11:30 વાગ્યાના અરસામાં નડિયાદના ચલાલી ગામના નવાપુરામાં રહેતા લીલાબેન તળપદા અને તેના પતિ ભરતભાઈ તળપદા ઝઘડા બાબતની ફરિયાદ કરવા માટે આવ્યા હતા.
જો કે ભરત તળપદા નશાની હાલતમાં હોવાનું ફરજ પરના પોલીસ કર્મચારીઓને શંકા જતાં પુછપરછ કરી હતી. જેમાં નશાની હાલતમાં ફરિયાદ કરવા આવેલા ભરત તોતડાતી જીભે જવાબ આપતા હતા. તેમજ તેની આંખો લાલ અને તે લથડીયા ખાતા હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી પોલીસ કર્મચારીએ ભરત પાસે દારૂ પીવા માટે પરમીટ માંગતા તે તેની પાસે ન હોવાનું કહ્યું હતું.આ બનાવ અંગે ચકલાસી પોલીસે ભરત મણીભાઇ તળપદા સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચોઃ
જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું, જુઓ તસવીરો
બીસીસીઆઈ વર્લ્ડ કપ માટે વેચશે વધુ 4 લાખ ટિકિટ, આ તારીખથી ખરીદી શકાશે
લગ્નના 4 વર્ષ બાદ અલગ થયા પ્રિયંકા ચોપડાના જેઠ-જેઠાણી, સોફી ટર્નરે કરી જાહેરાત