શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આગામી 24 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારે વરસાદ થશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
ગાંધીનગર: કચ્છ તરફ આવી રહેલ ‘વાયુ’ વાવાઝોડું હવાના ઊંડા દબાણમાં ફેરવાતાં સોમવારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હળવી બનતાં ઝરમરથી માંડી અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે હજુ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે સાવચેતીના ભાગરૂપે NDRFની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે.
મંગળવારે કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઈને સાવચેતીના ભાગરૂપે પાટણમાં NDRFના 25 જવાનોની ટીમ અને પાલનપુરમાં 33 જવાનોની ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે.
મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે જેના કારણે બંને જિલ્લાનુ તંત્ર સાબદુ થઈ ગયું છે.
‘વાયુ’ વાવાઝોડુ સ્ટ્રોમમાંથી ડિપ્રેશનમાં ફરેવાઈ ગયું છે. કચ્છના દરિયા કિનારે સાયક્લોન જઈ શકે તેમ હોય મંગળવારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશરની સ્થિતિ સર્જાતાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં જ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion