Veraval: ડૉક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસમાં નવો વળાંક, સાંસદ રાજેશ ચુડાસમા તથા તેમના પિતા વિરુદ્ધ વેરાવળ પોલીસમાં અરજી
વેરાવળના જાણીતા ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે.
વેરાવળના જાણીતા ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા તથા સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધવા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર ચગના પુત્ર હિતાર્થ ચગે અરજી કરી છે. પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં ડૉ. ચગની આત્મહત્યા પાછળ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા જવાબદાર હોવાના આરોપ સાથે તેમના વિરૂદ્ધ FIR નોંધવાની પણ અરજ કરાઈ છે.
નારણભાઈ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. એટલું જ નહીં ઉછીના લીધેલા રૂપિયા સામે નારણભાઈએ આપેલા ચેક પણ પરત ફર્યા હોવાના પણ આરોપ લગાવાયા છે. રૂપિયાની ઉઘરાણી કરતા સમયે પોતે શાસકપક્ષના સાંસદ હોવાના નાતે જાનથી મારી નાંખવાની અને પુત્રના અપહરણની ધમકી અપાઈ હોવાની પણ ડૉકટરના પુત્રએ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરૂદ્ધ આરોપ લગાવ્યો છે. ડોકટરે આત્મહત્યા સમયે લખેલી સ્યુસાઈડ નોટ સાચી હોવાની તેમજ તે અક્ષર પણ ડૉકટર અતુલ ચગના જ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. આ મુદ્દે નારણભાઈ કે સાંસદ રાજેશ ચુડાસમાની કોઈ પણ પ્રકારની પ્રતિક્રીયા આવી નથી કે સંપર્ક થઈ શક્યો નથી.
Mahashivratri: મહાશિવરાત્રી નિમિતે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી
Mahashivratri: આજે પવિત્ર મહાશિવરાત્રીના પર્વ નિમિતે સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે. સામાન્ય લોકોની લઈને નેતા અને ઉદ્યોગપતિઓ દાદાના દર્શને આવી રહ્યા છે. સવારથી જ મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દાદાના દર્શને આવ્યા હતા, તો બપોર રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. શિવરાત્રી નિમિતે સોમનાથ મહાદેવના ખાસ દર્શન અને પૂજન અર્ચન માટે મુકેશ અંબાણી પહોંચ્યા છે. તેમની સાથે તેમનો પુત્ર આકાશ પણ દાદાના દર્શને આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ કોઈ પહેલીવાર નથી જ્યારે અંબાણી પરિવારના સભ્યો સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હોય. આ પહેલા પણ સમયે સમયે અંબાણી પરિવારના સભ્યો દાદાના દર્શને આવતા રહે છે.
મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શને પહોંચેલા વિજય રુપાણીનું મોટું નિવેદન
મહાશિવરાત્રીના પાવન પર્વે દીવસે ભાવિકભક્તોની ભીડ શિવાલયોમાં ઉમટી છે. હર-હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 સીટ જીતશે તેવું નિવેદન પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું છે