શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે વિજય રૂપાણી કેબિનેટે લીધો બહુ મોટો નિર્ણય, શિક્ષણ મંત્રીએ કરી શું જાહેરાત ?
ગુજરાતના મંત્રીમંડળની બેઠકમાં વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું એક મોટું નિવેદન આપ્યું છે.
ગુજરાતના મંત્રીમંડળની બેઠકમાં વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું એક મોટું નિવેદન આપ્યું છે. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ શાળાઓ ખુલશે નહીં જેથી રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકશે નહીં. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે.
કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધતાં વાલીઓ અસમંજસમાં હતા કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીં તેનો હેવ અંત આવી ગયો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું હતું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે સ્કૂલો શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.
કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ અને અનલોકની નવી ગાઇડલાઈનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે. તેમજ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ધોરણ 9 થી 12નાં વિધાર્થીઓ માતા પીતા ની પરવાનગી નાં આધારે શાળા એ માર્ગદર્શક લેવા જઇ શકે તેં માટે કેન્દ્ર સરકારે સુચન કરેલ છે. જે અંગે કેબિનેટ નિર્ણય કર્યો છે કે, ગુજરાતની કોરોનાંની સ્થિતીને લઈને નિર્ણય લેવાયો છે કે, 21થી શાળાએ જવાનો અમલ ગુજરાત સરકાર નહીં કરે. ભવિષ્યમા સંકટમાં ઘટે ત્યારે જ શાળાએ બાળકો મોકલવાનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારે ધોરણ 9થી 12નાં વિધાર્થીને શાળામાં માર્ગદર્શન લેવા વાલીની પરવાનગી સાથે જવાનું મરજીયાત સુચન કર્યું હતું જેનો અમલ ગુજરાતમા થસે નહીં.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion