લે ખા, કેટલા રૂપિયા ખાઈશ? ગુજરાતના ભ્રષ્ટ અધિકારી પર નોટોનો વરસાદ, વીડિયો થયો વાયરલ
ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોનો આક્રોશ, સરકારી ઓફિસમાં અધિકારી પર વરસાવ્યા પૈસા

Gujarat viral video: ગુજરાતનો એક ચોંકાવનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો એક સરકારી અધિકારી પર નોટોનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયો એક સરકારી ઓફિસનો છે, જ્યાં કેટલાક લોકો ગળામાં પ્લેકાર્ડ લટકાવી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. એક અધિકારી ખુરશી પર હાથ જોડીને બેઠેલા જોવા મળે છે. લોકો તેમના પર ગુજરાતી ભાષામાં ગંભીર આરોપો લગાવી રહ્યા છે. લોકો પોતાની સાથે નોટોના બંડલ પણ લાવ્યા છે અને ગુસ્સામાં તે અધિકારી પર ફેંકી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો કઈ રીતે અધિકારી પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.
'કલામ કી ચોટ' નામના યુઝરે આ વીડિયો પોતાના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો સાથે તેણે લખ્યું છે કે, "લો! તે કેટલા ગેરકાયદેસર પૈસા ખાશે તે જ ભાષામાં જનતાએ જવાબ આપ્યો. હવે નોકરી મેળવવા માટે અધિકારીઓએ કેટલી લાંચ આપી હશે? હવે તે તેના માલિકો (ઉચ્ચ અધિકારીઓ) ને આપશે? આનો અંદાજ કાઢવો પણ જરૂરી છે." અને #viralvideo સાથે તેને ગુજરાતનો હોવાનું જણાવ્યું છે.
ले खा ! कितनी हराम की कमाई खायेगा, जनता ने दिया उसी भाषा में जवाब
— कलम की चोट (@kalamkeechot) January 12, 2025
अब अधिकारी भी क्या करे उन्हें जॉब पाने के लिए कितनी रिश्वत दी होगी ? अब अपने आका(उच्च अधिकारियों) को दे रहा होगा ? इसका अंदाजा भी लगाना जरूरी है #viralvideo गुजरात का बताया जा रहा है। pic.twitter.com/Zru5e2TYZk
વીડિયોમાં લોકો અધિકારીને કહી રહ્યા છે કે તેમની સોસાયટીમાં ગંદુ પાણી આવી રહ્યું છે. એક વ્યક્તિ 'બિસ્સામીલ્લા સોસાયટી'નો પણ ઉલ્લેખ કરે છે. લોકો અધિકારીને પૂછે છે કે આ સમસ્યાનું નિવારણ લાવવા માટે કેટલા પૈસા લાગશે. ત્યારબાદ તેઓ પરબિડીયાઓમાંથી પૈસા કાઢીને અધિકારી પર વરસાવે છે. અધિકારી સમગ્ર ઘટના દરમિયાન પોતાની સીટ પર હાથ જોડીને બેઠો રહે છે.
આ વીડિયો ગુજરાતના કયા વિસ્તારનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ભ્રષ્ટાચાર સામે લોકોના આક્રોશનું આ એક ઉદાહરણ છે.'
આ પણ વાંચો....
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ





















