શોધખોળ કરો
Advertisement
ભારે વરસાદને કારણે મોડાસામાં દીવાલ ધરાશાઈ થતાં બે કાર દટાઈ, જાણો વિગત
અરવલ્લીનાં મોડાસામાં વરસાદને કારણે દીવાલ ધરાશાઈ થતાં પાર્ક કરેલી બે કાર દટાઈ ગઈ હતી. દીવાલ ધરાશાઈ થતાં બાલાજી સોસાયટીનો રસ્તો બંધ થઈ ગયો હતો.
મોડાસા: અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે અરવલ્લીનાં મોડાસામાં વરસાદને કારણે દીવાલ ધરાશાઈ થતાં પાર્ક કરેલી બે કાર દટાઈ ગઈ હતી. દીવાલ ધરાશાઈ થતાં બાલાજી સોસાયટીનો રસ્તો બંધ થઈ ગયો હતો.
રાતે અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ થયો હતો. વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. મોડી રાતે મોડાસામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેઘરજ-માલપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. ભિલોડામાં 9 મીમી અને ધનસુરામાં 2 મીમી વરસાદ નોંધાયો છે.
અરવલ્લીનાં જિલામાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો. મોડાસા, શામળાજી, બાયડ અને માલપુર સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement