Heavy Rain: આગામી સપ્તાહ ગુજરાત માટે ભારે, આ પાંચ દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી, જાણો
Heavy Rain: ગુજરાતમાં ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પુરો થઇ ગયો છે, અને હવે બીજા રાઉન્ડ માટે આગાહીઓ સામે આવી રહી છે. આ કડીમાં હવે હવામાન નિષ્ણાંત અને આગાહીકારી અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે
Heavy Rain: ગુજરાતમાં ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પુરો થઇ ગયો છે, અને હવે બીજા રાઉન્ડ માટે આગાહીઓ સામે આવી રહી છે. આ કડીમાં હવે હવામાન નિષ્ણાંત અને આગાહીકારી અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. અંબાબાલ પટેલ અનુસાર, આગામી અઠવાડિયુ ગુજરાત માટે ભારે રહેશે. તેમને હવે ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું અનુમાન કર્યુ છે. જાણો લેટેસ્ટ અગાહીમાં શું કહ્યું..
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં આગામી અઠવાડિયે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં આવતા અઠવાડિયાને ગુજરાત માટે ભારે ગણાવ્યુ છે. રાજ્યમાં વરસાદનું જોર વધવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે, અંબાલાલ પટેલે આગામી 17 થી 24 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ખાસ કરીને આ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે અગાહી કરી છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
બુધવારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.21 ટકા વરસાદ
રાજ્યમાં વર્ષ 2024માં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસયો છે.