Rain Forecast:રાજ્યમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલે પુરને લઇને આપ્યું એલર્ટ
Rain Forecast:રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. 30 જૂન બાદ વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે

Rain Forecast: સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.નોંધનિય છે કે, ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલે હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસશે.ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે.
ઉલ્લેખનિય છે કે, અંબાલાલે વધુ એક વરસાદી સિસ્ટમ વિશે પણ અનુમાન વ્યક્ત કર્યું છે. 26થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેના પગલે ગુજરાતમાં વરસાદી માહોલ જમાવટ કરશે.આ સિસ્ટમના પગલે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે. અંબાલાલ પટેલના કહવા મુજબ અમદાવાદમાં હજુ પણ હળવાથી ભારે ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રમાં ફરી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વડોદરા, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ જુલાઈની શરૂઆતમાં ભારે વરસાદ વરસી શકે છે.
19 જૂને ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે. છે.સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.દિવમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 22, 23, 24 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં મૂશળધાર વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને લઇને આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ભરૂચ, સુરત, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા,, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નોંધનિય છે કે, સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે.હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય રાજસ્થાન પર લો પ્રેશર સક્રિય થતા અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.





















