શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રનું આ ગામ દેમાર વરસાદથી બેટમાં ફેરવાયું, રોડ પર કેડસમા પાણી, ગામ આખું જળબંબાકાર, જાણો વિગત
Gujarat Rains: છેલ્લા 23 કલાકમાં ગુજરાતના 193 તાલુકાઓમાં હળવાથી લઈને ભારે વરસાદ ખાબક્યો હતો. કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે ગીર સોમનાથના કોડિનારના ફાચરિયા ગામ ફરી એકવાર બેટમાં ફેરવાયું છે.
![સૌરાષ્ટ્રનું આ ગામ દેમાર વરસાદથી બેટમાં ફેરવાયું, રોડ પર કેડસમા પાણી, ગામ આખું જળબંબાકાર, જાણો વિગત Weather Update: Heavy rainfall in Saurashtra village સૌરાષ્ટ્રનું આ ગામ દેમાર વરસાદથી બેટમાં ફેરવાયું, રોડ પર કેડસમા પાણી, ગામ આખું જળબંબાકાર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/30163923/Rain-Gir-Somnath.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલ ગુજરાતમાં વરસાદ વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે છેલ્લા 23 કલાકમાં ગુજરાતના 193 તાલુકાઓમાં હળવાથી લઈને ભારે વરસાદ ખાબક્યો હતો. કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે ગીર સોમનાથના કોડિનારના ફાચરિયા ગામ ફરી એકવાર બેટમાં ફેરવાયું છે. જેને લઈને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કોડીનારના ફાચરિયા ગામ ફરી એકવાર બેટમાં ફેરવાયું છે. ફાચરિયા અરણેજ રોડ પર કમર સમા પાણી વહી રહ્યા હતાં જ્યારે ગામમાં ગોઠન સમા પાણી ભરાયા જેને કારણે ગામના લોકોને મુશ્કેલી પડી રહી હતી. પાણી વહેતું થતાં ફાચરિયા અરણેજ રોડ બ્લોક થઈ ગયો હતો.
ગીર સોમનાથમાં સાંબેલાધાર વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. કપિલા, સરસ્વતી, હિરણ, દેવિકા, સાંગાવાડી સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી જેને જોવા માટે આસપાસના ગામના લોકો દોડી આવ્યા હતાં. કલાકોના વિરામ બાદ પણ નદીઓ રોદ્ર સ્વરૂપમાં જોવા મળી હતી.
ગીર જંગલમાં વહેતી તમામ નદીઓ બે કાંઠે જોવા મળી હતી. કપિલા નદીના કિનારે આવેલા સોનારિયા ગામ, દેવિકા નદી કિનારે આવેલા ડાભોર ગામ જ્યારે સરસ્વતી નદીના કાંઠે આવેલા બીજ ગામના રસ્તાઓમાં હજુ પણ ગોઠણ ડૂબ પાણી જોવા મળ્યા હતાં જેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)