શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં 1 ઓગસ્ટથી લોકડાઉન અંગે લેવાશે શું મોટો નિર્ણય ? રૂપાણી કરશે એક-બે દિવસમાં જાહેરાત
મોદી સરકારના નિર્દેશ પ્રમાણે ગુજરાતમાં અનલૉક 2નો અમલ 31 જુલાઈ સુધી કરાયો છે. 1 ઓગસ્ટ ને શનિવારથી લોકડાઉનના નવા નિયમો આવશે.
અમદાવાદઃ કોરોના વાઈરસના કારણે દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉન પછી મોદી સરકારે 1 જૂનથી લોકડાઉનમાં રાહતો આપીને છૂટછાટો આપવાની શરૂઆત કરી હતી. બે મહિનામાં બે તબક્કામાં મોદી સરકારે સંખ્યાબંધ છૂટછાટો આપી છે. ગુજરાત સરકારે પણ એ પ્રમાણે છૂટછાટો આપી છે.
મોદી સરકારના નિર્દેશ પ્રમાણે ગુજરાતમાં અનલૉક 2નો અમલ 31 જુલાઈ સુધી કરાયો છે. 1 ઓગસ્ટ ને શનિવારથી લોકડાઉનના નવા નિયમો આવશે. મોદી સકરાર લોકડાઉનમાં વધુ છૂટછાટો આપીને અનલોક 3ની તૈયારીઓ સરકાર કરી રહી છે. આ અનલોક 3માં મોદી સરકાર જિમ્નેશિયમ, મલ્ટિપ્લેક્સ અને થિયેટરો શરૂ કરવાની મંજૂરી આપે એવી શક્યતા જોવાઈ રહી છે. ગુજરાતમાં પણ આ જ રીતે જિમ્નેશિયમ, મલ્ટિપ્લેક્સ અને થિયેટરો શરૂ કરવાની મંજૂરી મળે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જિમ્નેશિયમ, મલ્ટિપ્લેક્સ અને થિયેટરો શરૂ કરવાની મંજૂરી આપીને તેમના માટે લોકડાઉન હટાવી લેવાનો મોટો નિર્ણય એક-બે દિવસમાં જાહેર કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલ્ટિપ્લેક્સ અને થીએટરોને 25 ટકા ટિકિટો વેચવાની શરતે ખોલવા માટેની પરવાનગી આપવામાં આવી શકે છે.
ગુજરાતમાં 200 થિયેટરો પાંચ મહિનાથી સંપૂર્ણ બંધ છે. અનલોક 3 હેઠળ થિયેટરો ખોલવા ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાવી દેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકાર ઓગસ્ટથી અનલૉક-3ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે. ખાસ કરીને અનલૉક-3માં મલ્ટિપ્લેક્સ, સિંગલ સિનેમા હૉલ અને જિમ ખોલવાની મંજૂરી મળી શકે છે. દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion