Biparjoy Cyclone: બાઇપરજોયની બદલતી દિશાએ વધારી ચિંતા, જાણો, વાવાઝોડા વિશે અંબાલાલે શું કહ્યું?
Biparjoy Cyclone: હવામાન વિભાગ મુજબ ફરી વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પર ફરી ખતરો ઉભો થયો છે વાવાઝોડું બિપરજોય મુદ્દે હવામાન નિષ્ણાત અંબાલાલ શું કહે છે જાણીએ
Biparjoy Cyclone: હવામાન વિભાગ મુજબ ફરી વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પર ફરી ખતરો ઉભો થયો છે વાવાઝોડું બિપરજોય મુદ્દે હવામાન નિષ્ણાત અંબાલાલ શું કહે છે જાણીએ
વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના સવારના નવ વાગ્યાનો ગ્રાફ ચિંતાજનક છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલે પણ કંઇક આવો અનુમામ વ્યક્ત કર્યો છે.
બાયપર વાવાઝોડા વિશે અંબાલાલે શું કહ્યું
બાયપર વાવાઝોડુ સતત દિશા બદલી રહ્યું છે. વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન કરતાં જણાવ્યું કે, વાવાઝોડું અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, વાવાઝોડું ખતરનાક બનતા દરિયો વલોવાશે, અરબ,બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ બનતા ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે. પોરબંદર, માંગરોળ, ઓખા, સલાયા,ગીર, જૂનાગઢ, વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે.
બિપરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર
વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના સવારના નવ વાગ્યાનો ગ્રાફ ચિંતાજનક છે. વાવાઝોડાનો અનસર્ટેનિટી કોનનો ટ્રેક ગુજરાત માટે ચિંતાજનક છે. IMDની વેબસાઈટ મુજબ વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી આશા છે.
વાવાઝોડાને લઈને 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે. આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની હાલની સ્થિતિને જોતા. તમામ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.