Cyclone Alert: ગુજરાતમાં તોળાઇ રહેલા વાવાઝોડાના ખતરા વિશે અંબાલાલે શું કરી આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગર અને બંગાળની ખાડીમાં 8 અને 10 જૂનની વચ્ચે એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે. હવામાન નિષ્ણાત મુજબ આ સિસ્ટમની અસર ગુજરાતના હવામાન પર પણ થઇ શકે છે
Cyclone Alert :હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગર અને બંગાળની ખાડીમાં 8 અને 10 જૂનની વચ્ચે એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે. હવામાન નિષ્ણાત મુજબ આ સિસ્ટમની અસર ગુજરાતના હવામાન પર પણ થઇ શકે છે. હવામાનના નિષ્ણાત અંબાલાલે પણ આવનાર વાવાઝોડાના ખતરા સંદર્ભે કેટલીક આગાહી કરી છે.
દેશ પર હાલ ત્રિપલ વાવાઝોડાનો ખતરો તોડાળ રહ્યો છે. અરબ સાગરમાં બે અને એક બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ સક્રિય થઇ રહ્યું છે.6 જુનથી 9 જુન સુધી તે સક્રિય થઇ શકે છે. હવામાનના નિષ્ણાત મુજબ ગુજરાત પર બે વાવાઝોડાનો ખતરો દેખાઇ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરની શક્યતાનો અનુમાન છે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ તેની અસર જોવા મળે કેવો અનુમાન છે. વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવાઇ રહી છે.
વાવાઝોડોના ખતરા વિશે અંબાલાલ બે શું કરી આગાહી?
હવામાન નિષ્ણાત આંબાલાલે વાવાઝોડાની ગુજરાત પર અસરને લઇને આગાહી કરતા જણાવ્યું કે, 6 જૂનથી અરબ સાગરના મધ્યમ ભાગમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવાનું દબાણ રહેવાની શક્યતા જોવાઇ રહી છે. સાયકલોનિક સિસ્ટમ સક્રિય થતાં 7 અને 8 જુને દરિયા પર તેની ખાસ અસર જોવા મળશે દરિયો તોફાની બનશે જો કે વાવાઝોડાને લઇને રાજ્યમાં કોઇ મોટા નુકાનનો અનુમાન નથી. જો કે ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં 4 જુનથી 11 જૂન સુધી વાવાઝાડાની અસર રહેશે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે.
Weather Update: હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારમાં હજુ પડશે વરસાદ, અમદાવાદમાં 2 દિવસનું યલો એલર્ટ
Weather Update:હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજયમાં સુકુ વાતાવરણ રહેશે. પવનની દિશા બદલતા તાપમાનનો પારો પણ ઊંચે જશે
માર્ચથી માંડીને મે સુધી રાજ્યમાં સતત કમોસમી વરસાદ વરસવાના કારણે આ વર્ષે ગરમીથી રાહત મળી હતી. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ હવે ફરી ગરમીમાં શેકવા માટે તૈયાર રહવું પડશે. પવન પશ્મિ દિશા તરફથી આવી રહ્યાં છે. જેથી આગામી 5 દિવસ રાજયમાં વાતાવરણ સુકુ રહેશે. ગરમીનો પારો ઉચકાતા લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગે 4 અને 5 જૂન યેલો એલર્ટ આપ્યું છે. તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હજું પણ સામાન્ય વરસાદ પડી શકે. છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠામાં સામાન્ય વરસાદનો અનુમાન છે.