શોધખોળ કરો
ગુજરાતમાં રૂપાણી આજે સાંજ સુધીમાં સરકાર રાજ્યમાં લોકડાઉન કે કરફ્યુ લાદવાની જાહેરાત કરશે ? નીતિન પટેલે શું કહ્યું હતું ?
રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટે સુઓ મોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અંકુશમાં ન આવે ત્યાં સુધી રાજકીય મેળાવડા નહીં થાય. આ ઉપરાંત સંક્રમણને અટકાવવા માટે કડક પગલાં અંગે આ શનિવાર-રવિવારે રાજ્ય સરકાર મહત્વના નિર્ણય લેશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના સંક્રમણ પર લગામ કસવા રૂપાણી સરકાર શનિવાર અથવા રવિવારે મોટો નિર્ણય લેશે એવી રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને ખાતરી આપી હતી. આ કારણે ગુજરાતમાં ફરી લોકડાઉન કે કરફ્યુ લદાશે એવા મેસેજ સોશિયલ મીડિયા પર વહેતા થઈ ગયા છે. રૂપાણી સરકારે શનિવારે કોઈ નિર્ણય ના લીધો પણ આજે રવિવારે સાંજ સુધીમાં કોઈ મોટા નિર્ણયની જાહેરાત કરાશે એવી વાતો વહેતી થઈ છે.
યોગાનુયોગ નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદ આવવાના હોવાથી એવી વાતો પણ વહેતી થઈ હતી કે, મોદીનું માર્ગદર્શન મેળવીને રાજ્યમાં લોકડાઉન લાદવાનો કે કરફ્યુ લાદવાનો નિર્ણય લેશે અને શનિવારે સાંજે જેની જાહેરાત કરાશે. એ પછી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે મોડી સાંજે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં લોકડાઉન લાદવાની કોઈ શક્યતા નથી કે કરફ્યુ પણ લાદવામાં નહીં આવે. મોદી ગુજરાતામં બે કલાક રોકાઈને જતા રહ્યા હતા. આ દરમિયાન મોદી મુખ્યમંત્રી કે ભાજપના બીજા કોઈ નેતાને મળ્યા નહોતા તેથી તેમના માર્ગદર્શન પછી મોટા નિર્ણયની વાતો પણ ખોટી સાબિત થઈ છે.
રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લઈને હાઈકોર્ટે સુઓ મોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અંકુશમાં ન આવે ત્યાં સુધી રાજકીય મેળાવડા નહીં થાય. આ ઉપરાંત સંક્રમણને અટકાવવા માટે કડક પગલાં અંગે આ શનિવાર-રવિવારે રાજ્ય સરકાર મહત્વના નિર્ણય લેશે.
આ ખાતરી પછી હોઈકોર્ટે પણ સવાલ કર્યો કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થાય તો શું કાર્યાવાહી કરશો ? સંક્રમણને ફેલાતો રોકવા માટે રાજ્ય સરકારે કડકાઈથી કામગીરી કરવાની જરૂર છે ટકોર પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement