શોધખોળ કરો
Advertisement
સરકારે ગુજરાતના ખેડૂતો માટે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત
વિજય રૂપાણીએ ગુજરાતના ખેડૂતો અને તમામ કૃષિ વિષયક વીજ ગ્રાહકો-ખેડૂતો પાસેથી એક સમાન વીજ દર કૃષિ વિષયક વીજ વપરાશ અંગે લેવાનો કિસાન હિતકારી નિર્ણય કર્યો
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ખેડૂતો અને તમામ કૃષિ વિષયક વીજ ગ્રાહકો-ખેડૂતો પાસેથી એક સમાન વીજ દર કૃષિ વિષયક વીજ વપરાશ અંગે લેવાનો કિસાન હિતકારી નિર્ણય કર્યો છે. ગુજરાતમાં હોર્સ પાવર આધારિત કૃષિ વિષયક વીજ ગ્રાહકો-ખેડૂતો માટે 0થી 7.5 હોર્સ પાવર સુધીના વીજ જોડાણના પ્રતિ વર્ષ રૂપિયા 665 પ્રતિ હોર્સ પાવરનો દર વસુલ કરવામાં આવે છે તેમજ 7.5 હોર્સ પાવરથી વધુના વીજ જોડાણ માટે પ્રતિવર્ષ 807.50 પ્રતિ હોર્સ પાવર દર હાલ છે.
હવે વિજય રૂપાણીના કિસાન હિતલક્ષી એવા નિર્ણયને પરિણામે 0થી 7.5 હોર્સ પાવર તેમજ 7.5 હોર્સ પાવરથી વધુ બન્ને માટે એકસમાન રૂપિયા 665 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષનો વીજ દર રહેશે. ઉત્તર ગુજરાત પ્રદેશમાં ભૂર્ગભ જળના સ્તર નીચા ગયેલા હોવાથી ખેડૂતોને વધુ ઊંડાણથી પાણી સિંચાઇ હેતુ માટે લેવા વધારાના હોર્સ પાવરની વીજ મોટર લગાવવી પડે છે.
ગુજરાતના કિસાનોએ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ કરેલી રજૂઆતોને સંવેદનાપૂર્ણ અગ્રતા આપતાં વિજય રૂપાણીએ આ વીજ દર એક સમાન એટલે કે રૂપિયા 665 હોર્સ પાવર દિઠ પ્રતિ વર્ષ વસુલ કરવાનો તાત્કાલિક અને ત્વરિત નિર્ણય કર્યો છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નિયત થયા મુજબ આવા વીજ જોડાણો માટે એક સમાન વીજ દર પ્રતિ હોર્સ પાવર રૂપિયા 2400 પ્રતિ વર્ષ
1લી એપ્રિલ-2013થી વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે.
વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતો-ધરતીપુત્રોના વ્યાપક હિતમાં કિસાનલક્ષી નિર્ણય લેતા હવે 7.5થી વધુ હોર્સ પાવરના જોડાણ માટે રૂપિયા 142.50 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ જેટલી વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડી રૂપે વહન કરવાની થશે.
આ નિર્ણયથી હાલ 7.5 હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા અંદાજે 2 લાખ કૃષિ વિષયક વીજગ્રાહકો-ખેડૂતોને લાભ મળશે. રાજ્ય સરકારને આ તફાવત પેટે વાર્ષિક અંદાજે રૂપિયા 77 કરોડનો વધારાનો બોજ વહન કરવાનો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement