શોધખોળ કરો
Advertisement
ગુજરાતના પોલીસ વડાએ હેલ્મેટ નહી પહેરનારાંને દંડ મુદ્દે શું કરી મોટી રાહતની જાહેરાત ?
ગુજરાત પોલીસવડા આશિષ ભટિયાના જણાવ્યા મુજબ સુપ્રિમ કોર્ટની કમિટી અને રોડ સેફટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી.
અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહી પહેરવાના કારણે મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોધપાત્ર વધારો જોવા મળતાં રાજ્યની પોલીસને 20 સપ્ટેમ્બર સુધી હેલ્મેટ ડ્રાઈવના આદેશ અપાયા છે. જો કે ગુજરાતમાં માત્ર હાઇવે પર પોલીસ દ્વારા હેલ્મેટની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવશે તેમ ગુજરાત પાલીસવડા આશિષ ભટિયાએ સ્પષ્ટતા કરતાં લોકોને રાહત થઈ છે. શહેરમાં ટૂંકા અંતર માટે ઉતાવળમાં નિકળેલા ઘણા લોકો હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય છે. તેમને આ આદેશથી રાહત થશે પણ શહેરમાં પોલીસ હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ તો કરશે જ. અમદાવાદમાં પોલીસે બુધવારે હેલ્મેટ નહી પહેરનારા કુલ 1281 વાહન ચાલકો સામે કેસ કરીને રૂપિયા 6.40 લાખ દંડ વસૂલ્યો હતો.
ગુજરાત પોલીસવડા આશિષ ભટિયાના જણાવ્યા મુજબ સુપ્રિમ કોર્ટની કમિટી અને રોડ સેફટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતમાં બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહી પહેરવાના કારણે અકસ્માતમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોધપાત્ર વધારો જોવા મળ્યો છે એ મદ્દે ટર્ચાથઈ હતી. તેના પગલે ગુજરાત પોલીસ અધિકારીઓની મળેલી બેઠકમાં રોડ અકસ્માતમાં ગંભીર ઇજામાં ઘટાડો લાવવા તથા ટ્રાફિકના નિયમનની સુયોગ્ય અમલવારી કરાવવા માટે 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હાઇવે ઉપર હેલ્મટેની સ્પેશિયલ ડ્રાઇવ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણય પ્રમાણે અમદાવાદ શહેરમાં રિંગ રોડ અન એસજી હાઇવે ઉપર પણ દસ દિવસ સુધી પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ રાખવામાં આવશે અને હેલ્મેટ વગર વાહન ચલાવનારા વાહન ચાલકો પાસેથી રૂપિયા 500 લેખે દંડ વસૂલવામાં આવશે. શહેરમાં પોલીસ હેલ્મેટ વગરના વાહન ચાલકો પાસેથી ટ્રાફિક નિયમભંગ બદલ રાબેતા મુજબ દંડ લઇ શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion