શોધખોળ કરો

રાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું આપ્યું મોટું નિવેદન?

રાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો પણ ઝડપથી શરૂ થઇ શકે છે.  શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગેના સંકેત આપ્યા હતા

ગાંધીનગરઃ રાજ્યમાં ધોરણ 1થી 5ના વર્ગો પણ ઝડપથી શરૂ થઇ શકે છે.  શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગેના સંકેત આપ્યા હતા. શિક્ષણ મંત્રીએ દાવો કર્યો હતો કે સરકાર પણ ઈચ્છી રહી છે કે ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થાય પણ આ મામલે સરકાર સાવધાની સાથે આગળ વધવા માંગે છે. ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે સરકાર સાવધાની સાથે આગળ વધવા માગે છે. આ માટે એક સમિતિ બનશે અને તે અભ્યાસ કરશે. તો શાળાના શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવશે. આ મામલે આરોગ્ય વિભાગ સાથે ચર્ચા ચાલી રહી હોવાની વાત પણ શિક્ષણ મંત્રીએ કરી હતી.

સુરતમાંથી ઝડપાયું એમડી ડ્રગ્સ

સુરતમાંથી પણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર સુરત પુણા નિયોલ ચેક પોસ્ટ નજીકથી 5.85 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. SOG પોલીસે બાતમીના આધારે પ્રવીણ બિશ્નોઇ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી.

10 હજાર કિલોગ્રામ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે  સુરત પોલીસ કમિશનરે પત્રકારોને જણાવ્યુ કે, સરથાણાના રહેવાસી જેમીન છગન સવાણીએ MD ડ્ર્ગ્સ મંગાવ્યું હતું. MD ડ્રગ મુંબઇથી આવતુ હતુ જો કે પોલીસની કામગીરીથી આ રૂટ બંધ થયો છે. એટલે હવે મુંબઇથી વાયા રાજસ્થાન થઇ ગુજરાતમાં MD ડ્રગ્સ લાવવામાં આવી રહ્યુ છે. જો કે પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખી રાજસ્થાનના મોસ્ટ વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો.

અગાઉ 10 હજાર કિલો ગ્રામ ડ્રગ્સ કેસમાં પણ આરોપી વોન્ટેડ હતો. માહિતીના આધારે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી પોલીસે બિશ્નોઈની ધરપકડ કરી હતી. આરોપી પર રાજસ્થાનમાં 15 ગુના નોંધાયેલા હોવાની પણ જાણકારી છે. આ સાથે પોલીસ કમિશ્નરે ગુજરાતની જનતાને અપીલ કરી કે, ડ્રગ્સનો મુદ્દો હળવાશથી ન લેવો. કોઇ પણ જાણકારી મળે તો તુરંત પોલીસને જાણ કરવી.

તો આ તરફ ગઈકાલે અમદાવાદના સાણંદ- સરખેજ હાઈવે પરથી પોલીસે બે આરોપીની MD ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીને માહિતી મળી હતી કે શાહનવાઝ ગાંગી અને મોહમંદ વોરા MD ડ્રગ્સનો જથ્થો લઈ અમદાવાદ તરફ આવી રહ્યા છે. જેના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વોચ ગોઠવી હતી. આ સમયે બંને શખ્સો પસાર થતા પોલીસે અટકાવ્યા અને તપાસ કરતાં બંન્ને પાસેથી 17.50 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની બે લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch VideoBZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp AsmitaGST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
Embed widget