શોધખોળ કરો

Gujarat Weather: વાવાઝોડા પર હવામાન વિભાગે કરી મહત્વની આગાહી, 2 દિવસ બાદ આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Weather: હવામાન વિભાગ અનુસાર 'બિપરજૉય' વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિ થઇ ચૂક્યું છે. અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું 1 હજાર 60 કિલોમીટરથી દૂર છે.

Gujarat Weather: હવામાન વિભાગ અનુસાર 'બિપરજૉય' વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિ થઇ ચૂક્યું છે.  અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે.  હાલ વાવાઝોડું 1 હજાર 60 કિલોમીટરથી  દૂર છે.

'બિપરજૉય' વાવાઝોડાને લઇને હવામાન વિભાગે અગત્યની સૂચના આપી છે. હવામાન વિભાગ મુજબ  વાવાઝોડાની ગુજરાત પર આગામી 5 દિવસ સુધી કોઇ અસર થશે નહી પરંતુ 2 દિવસ બાદ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ વરસાદ પડવાની શક્યતા નહિવત છે. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દમણ દાદારાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  2 દિવસ બાદ હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં  ચોમાસુ કેરળમાં પહોંચી શકે છે. વાવાઝોડાની સ્થિતિને લઇને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. જો કે ગુજરાતમા વિધિવત ચોમાસાની શરૂઆતને હજુ સમય લાગશે.

ગુજરાતનાં તમામ બંદરોના કાંઠે બે નંબરનું સિગ્નલ

હવામાન વિભાગે માછીમારોને સમુદ્ર ન ખેડવા સલાહ આપી છે, કેમ કે દરિયામાં મોજાં ઉછળી રહ્યાં છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે. વાવાઝોડાનો માર્ગ જોતા એ કદાચ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે.

આ વાવાઝોડું ભયાનક રૂપ ધારણ કરી શકે છે. 7થી 9 જૂન સુધી દરિયો તોફાની બને અને દરિયામાં 60થી લઈને 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કાંઠા વિસ્તારમાં પણ 70 કિ.મી. સુધીની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને કારણે જ ચોમાસુ 15મી જૂન સુધી મોડું પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહીઃ અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહીઃ અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા ચક્રવાત અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે. આ ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. દરિયાથી 1 હજાર માઈલ દૂર સુધી ચક્રવાતની અસર જોવા મળી શકે છે. આ ચક્રવાત ઓમાન અથવા પાકિસ્તાન તરફ જઈ શકે છે.

આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ ચક્રવાતની વધુ અસર જોવા મળશે. ભાવનગરથી પોરબંદર અને કચ્છના દરિયા કિનારે આ ચક્રવાતની અસર થશે. આ ચક્રવાતના કારણે ચોમાસુ થોડું મોડું બેસી શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર બીપરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Embed widget