શોધખોળ કરો

અમદાવાદમાં સી-પ્લેન સર્વિસનું સુરસુરીયુ, 75 દિવસ બાદ પણ સી-પ્લેન માલદિવથી પરત નથી ફર્યું

સરદાર પટેલની જન્મ જયંતિ 31મી ઓક્ટોબર, 2020ના રોજ વડાપ્રધાને દેશના પ્રથમ પેસેન્જર સી- પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી.

અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેનની શરૂઆત તો કરવામાં આવી. પરંતુ મેંટેનંસ માટે નવ એપ્રિલે માલદીવ ગયેલ સી-પ્લેન હજુ પણ પરત ન આવતા સી-પ્લેન સર્વિસનું સુરસુરીયુ થયુ હોય તેમ લાગી રહ્યું છે. મુલાકાતીઓ માટે કેવડિયા ખુલ્યુ પણ સી-પ્લેન સેવા બંધ છે. દેશમાં પ્રથમવાર અમદાવાદ સાબરમતી રિવરફ્રંટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી એક નવેમ્બર 2020થી સી-પ્લેન સફર શરૂ કરાઈ હતી.

સી-પ્લેનના મેંટેનંસનની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને દર એક દોઢ મહિને મેંટેનંસ માટે માલદીવ મોકલાય છે. ફ્લાઈંગ અવર પૂરા થતા ફ્લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે નવ એપ્રિલે સી-પ્લેનને માલદીવ મોકલ્યુ હતુ. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. છતા સી-પ્લેન 75 દિવસે પણ પરત નથી આવ્યુ. હવે કોરોના કેસ ઘટવા છતા હજુ સુધી સી-પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવુ તેનો કોઈ નિર્ણય લેવાયો નથી તેવુ એયરલાઈંસે જણાવ્યું છે.

સરદાર પટેલની જન્મ જયંતિ 31મી ઓક્ટોબર, 2020ના રોજ વડાપ્રધાને દેશના પ્રથમ પેસેન્જર સી- પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહેલી સફર માણી હતી. 50 વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ સી- પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાને તેની શરૂઆત કરાવી હતી.

નોંધનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધારે ખૂબસુરત બનાવવા માટે રાજ્ય સરકાર વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળામાં 62 કરોડના ખર્ચે રોપ-વે બનાવી રહી છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ રોપ-વે પાંચ સહાયક ટાવર સાથે એલિવેટેડ હશે અને તેની ઉંચાઇ બંધની ઉંચાઇથી વધુ હશે.

આ જગ્યાએ સફારી પાર્ક, કેકટ્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, રિવર રાફ્ટીંગ, બટરફ્લાય પાર્ક, ટેન્ટસિટી, એમ્યુઝમેન્ટ પાર્ક, સી-પ્લેન સહિતના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પાછળ સરકારે કુલ 4000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીને આકર્ષવા માટે બે ગિરિમાળાને જોડતો વિશ્વકક્ષાનો રોપ-વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં યુરોપિયન ડિઝાઇન ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેકટ્સ ગાર્ડને જોડતો રોપ-વે બનશે જે 1.25 કિલોમીટર લાંબો હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 

વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો

8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?

Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રિવોલ્વર રાખવાનો શોખ ન રાખતા
Hun To Bolish : હું તો બોલીશ : વાહનમાં ચમકતી LED નહીં
Hun To Bolish : હું તો બોલીશ : 'SIR'નો ફરીથી વિવાદ
Shankaracharya Avimukteshwaranand : વસંત પંચમી પર શ્નાન કરવા નહીં જવાની શંકરાચાર્યની જાહેરાત
Gujarat Weather : ગુજરાતમાં અહીં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
CIBIL score: જો તમારો ક્રેડિટ સ્કોર 750+ રાખવા માંગો છો, ક્રેડિટકાર્ડનો ઉપયોગ આ રીતે કરો

Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી

બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?

ફળ કે ફળોનો રસ: સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક શું ? જાણો એક્સપર્ટ શું કહે છે

Embed widget