શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ફિલ્મોના ક્યા સુપરસ્ટારને લાગ્યો કોરોનાનો ચેપ ? જાણો અમદાવાદની કઈ હોસ્પિટલમાં કરાયા દાખલ ?
મારા પપ્પાને કોરોનાના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો અને ત્યાર બાદ સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે તેમને સારવાર અર્થે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ જણાવ્યું કે, મારા પપ્પાને કોરોનાના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો અને ત્યાર બાદ સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે તેમને તાત્કાલીક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળતા તેમના ફેન્સને ઝાટકો લાગ્યો છે અને તેઓ અભિનેતાના જલ્દી સાજા થઈ જાય તે માટે તેઓ પ્રાર્થના કરી રહ્યાં છે.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement