કોગ્રેસના ક્યા ત્રણ ધારાસભ્યોને AAPમાં જોડાવા મળ્યું આમંત્રણ, જાણો કોણે કર્યો દાવો?
આમ આદમી પાર્ટીએ કોગ્રેસના ત્રણ મુસ્લિમ ધારાસભ્યોને પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ કોગ્રેસના ત્રણ મુસ્લિમ ધારાસભ્યોને પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો અન્ય કોઇએ નહી પરંતુ કોગ્રેસના જ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યો છે. કોગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે દાવો કર્યો હતો કે કૉંગ્રેસના 3 મુસ્લિમ ધારાસભ્યોને આપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. ગ્યાસુદ્દીન શેખ અમદાવાદની દરિયાપુર બેઠકના ધારાસભ્ય છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જાહેરમંચ પરથી દાવો કર્યો હતો કે મને અરવિંદ કેજરીવાલને ત્યાંથી આમંત્રણ આવ્યું હતું. તે સિવાય તેમણે કહ્યું હતું કે ઈમરાન ખેડાવાલા અને જાવેદ પીરજાદાને પણ કેજરીવાલે પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
ગ્યાસુદ્દીન શેખે દાવો કર્યો હતો કે કોગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, કોગ્રેસના ધારાસભ્ય જાવેદ પીરઝાડા અને તેઓને આપમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઇમરાન ખેડાવાલા જમાલપુર બેઠક પરથી ધારાસભ્ય છે જ્યારે કોગ્રેસના ધારાસભ્ય જાવેદ પીરઝાદા વાંકાનેર મતવિસ્તારના ધારાસભ્ય છે.
Anand : ટ્રકથી પોલીસને કચડીને મોતને ઘાટ ઉતારનાર ડ્રાઇવર ઝડપાયો, ટ્રક પણ મળી આવી
બોરસદમાં પોલીસ જવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. નાઈટ ડ્યુટી દરમિયાન પોલીસ જવાન ઉપર ટ્રક ચઢાવી દીધી. ટ્રાફિકમાં ફરજ બજાવતા રાજ કિરણ નામના પોલીસ જવાનની હાલત ગંભીર થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયત્ન કરતા ઘટના બની હતી. ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આણંદની શ્રી કૃષ્ણ મેડીલક હોસ્પિટલ ખાતે સારવાર થઈ રહી હતી. સારવાર દરમ્યાન પોલીસ જવાનનું મોત નીપજ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે. સાથે રાજસ્થાન પાસિંગની ટ્રક પણ ઝડપાઈ છે. પોલીસે આરોપી સામે માનવ વધની કલમ લગાવવાની તૈયારી શરૂ કરી છે. પોલીસકર્મીને નિધનને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. પોસ્ટમોર્ટમ પછી લાશ પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે બોરસદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકને હાજર થવા જણાવવામાં આવ્યું છે.
વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે રિલાયન્સ Jioના આ પ્લાન, દરરોજ મળશે 3GBથી પણ વધુ ડેટા, જાણો.......