શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતા-ધારાસભ્યની કોરોનામાં તબિયત બગડતાં 4 દિવસથી વેન્ટિલેટર પર ? ડોક્ટરોએ શું કહ્યું ?

ડૉકટરોનું કહેવુ છે કે, એકાદ સપ્તાહ સુધી ઓબર્ઝેવેશનમાં રખાશે. હાલમાં તેમની તબિયત સ્થિર છે અને વેન્ટિલેટર પર હોવાથી કોઈ ખતરો નથી.

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક  મંત્રીઓ અને ધારાસભ્યો એક પછી એક કોરોનાની લપેટમાં આવી  રહ્યા છે ત્યારે હવે વધુ એઓક ધારાસભ્યને કોરોના થયો છે. રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડાના કોગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ચિંતાની વાત એ છે કે, ડૉ. અનિલ જોશીયારાને પહેલાં ભિલોડામાં જ સારવાર અપાતી હતી પણ પછી ડૉ. અનિલ જોશીયારાની અચાનક તબીયત લથડતાં તેમને અમદાવાદ લાવવા પડ્યા છે. ડૉ. અનિલ જોશીયારાને અમદાવાદની  સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને ત્યાં તેમની તબિયત ગંભીર થતાં વેન્ટિલેટર પર રખાયા છે.

ડૉ. અનિલ જોશીયારાનાં પરિવારજનો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભિલોડાના ધારાસભ્ય ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા ગયા સપ્પાહે કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમની સારવાર ચાલી રહી હતી પણ તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. દરમિયાનમાં ચારેક દિવસ પહેલાં ડૉ. અનિલ જોશીયારાની તબિયત અચાનક  લથડતાં ડૉ.જોશીયારાને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. 

ડૉ. અનિલ જોશીયારાના પરિવારનાં તથા કોંગ્રેસનાં સૂત્રોના મતે, છેલ્લાં ત્રણેક દિવસથી ડૉ. અનિલ જોશીયારાને સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ પરિવારજનોનો સંપર્ક કર્યો અને અનિલ  જોશીયારાના ખબરઅંતર પૂછ્યા હતાં. ડૉકટરોનું કહેવુ છે કે, જોશીયારાને એકાદ સપ્તાહ સુધી ઓબર્ઝેવેશનમાં રખાશે. હાલમાં તેમની તબિયત સ્થિર છે અને વેન્ટિલેટર પર હોવાથી કોઈ ખતરો નથી. અલબત્ત તેમને એક સપ્તાહ સુધી તો વેન્ટિલેટર પર રખાશે જ એ જોતાં તેમના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતાની લાગણી છે.

નોધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી મંત્રી જીતુ ચૌધરી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર, ધારાસભ્ય પ્રતાપ દુધાત, સાંસદ પૂનમ માડમ સહિત અન્ય ધારાસભ્યો,નેતાઓ ઉપરાંત કાર્યકરો પણ કોરોનાની લપેટમાં આવી ચૂકયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Watch: સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે , જાણો કેમેરામાં શું થયું કેદ?
Watch: સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે , જાણો કેમેરામાં શું થયું કેદ?
Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ
Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Weather Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયુંAhmedabad Weather Update: હજુ આગામી 6 દિવસ અગનવર્ષામાં શેકાવા માટે નાગરિકો થઈ જજો તૈયારMansukh Vasava Vs Chaitar Vasava: મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..'Weather Update: આકરા તાપના કારણે રાજ્યમાં ગરમી સંબંધિત બિમારીના કેસમાં પણ મોટો વધારો થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Watch: સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે , જાણો કેમેરામાં શું થયું કેદ?
Watch: સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે , જાણો કેમેરામાં શું થયું કેદ?
Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ
Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ
Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ
Embed widget