શોધખોળ કરો

ગુજરાત ભાજપમાં સૌથી ‘પાવરફુલ’ હોદ્દા સંગઠન મહામંત્રીપદે નિમાયેલા રત્નાકર કોણ છે ? મોદી-યોગી સાથે શું છે કનેક્શન ?

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે.

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરીને આશ્ચર્ય સર્જ્યું છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે. 

આ નિમણૂકથી ભાજપના નેતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે કેમ કે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમાયેલા રત્નાકર ગુજરાત ભાજપના નેતાઓ માટે પણ બહુ જાણીતું નામ નથી. આ પહેલાં બિહારમાં ભાજપના સહ-સંગઠન મહામંત્રી તરીકે કામ કરનારા રત્નાકરનો ગુજરાત સાથે બહુ સંપર્ક નથી તેથી ભાજપના નેતાઓ પણ આ નિમણૂકથી ચોંકી ગયા છે. રત્નાકરને બિહાર ભાજપમાં નવા ઉભા કરાયેલા સહ-સંગઠન મહામંત્રીના હોદ્દા પર નિમવામાં આવ્યા હતા.મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની એવા અને હાલ બિહાર સંગઠનના સહસંગઠન મહામંત્રી તરીકે કાર્યરત એવા રત્નાકરને પ્રદેશ ભાજપ સંગઠનના નવા મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 

ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની રત્નાકર બિહારમાં નિમાયા એ પહેલાં ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર કાશી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર ક્ષેત્રના સંગઠન મંત્રી તરીકે કામ કરતા હતા. આમ રત્નાકરનું યોગી અને મોદી બંને સાથે કનેક્શન છે. રત્નાકરે કાશી અને વારાણસી બંને મતવિસ્તારોમાં ભાજપ સંગઠનને મજબૂત કરવામાં ભજવેલી ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને બિહારમાં મહત્વની જવાબદારી સોંપાઈ હતી. રત્નાકરે બિહારમાં પણ સારી કામગીરી કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધારે બેઠતો જીતાડવામાં સફળતા મેળવી હતી.

રત્નાકર પહેલાં મોદીના મતવિસ્તાર કાશીની જવાબદારી સંભાળતા હતા. જો કે યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી બનતાં ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર ભાજપની કારમી હારના પગલે ભાજપે રત્નાકરને ગોરખપુરમા સંગઠનની પણ જવાબદારી સોંપી હતી. લોકસભાની 2019ની ચૂંટણીમાં ગોરખપુર લોકસભા બેઠક ફરી જીતીને રત્નાકરે પોતાની તાકાત સાબિત કરી પછી તેમને 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં સહ-સંગઠન મહામંત્રી બનાવાયા હતા. બિહારમાં તેમણે સારો દેખાવ કરતાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને ગુજરાતમાં સંગઠન મહામંત્રી બનાવાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget