પાટણ જિલ્લામાં 1,29,886 રાશનકાર્ડધારકોને કેમ અપાઈ રહી છે નોટિસ?
પાટણ જિલ્લાના નવ તાલુકાના મામલતદારને એક લિસ્ટ આપવામાં આવ્યું છે

પાટણ જિલ્લામાં ખોટી રીતે સરકારી અનાજ મેળવતા રાશનકાર્ડધારકો નોટિસ ફટકારવામાં આવી છે.પાટણ જિલ્લાના નવ તાલુકાના મામલતદારને એક લિસ્ટ આપવામાં આવ્યું છે. જેને લઈને મામલતદારે આવા રાશનકાર્ડધારકોને નોટિસ પાઠવી ખુલાસો માંગવાની શરૂઆત કરી છે. રાશનકાર્ડ ધારકોની યાદીમાં 11 કેટેગરી બનાવાઈ છે. કેટલાક પાસે અઢી હેક્ટરથી વધુ જમીન છે તો કેટલાક રાશનકાર્ડ ધારકો 25 લાખથી વધુ જીએસટી રિટર્ન ભરતા હતા. જે લોકો ખોટી રીતે અનાજ લેતા હશે અને તેમની પાસે કોઈ પુરાવા નહીં હોય તો પુરવઠા વિભાગ તેમનું રાશનકાર્ડ રદ કરશે.
પાટણ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના નવ તાલુકા શંકાસ્પદ રેશન કાર્ડ ધારાકોને નોટિસ આપવાનો આદેશ કર્યા છે. સાથે તમામ તાલુકાના મામલતદારને પણ લિસ્ટ આપવામાં આવ્યું છે સાથે તાલુકાના મામલતદાર દ્વારા લોકોને નોટિસ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પાટણ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શંકાસ્પદ રાશનકાર્ડ ધારકોને નોટિસ આપીને કહેવામાં આવ્યું છે કે પાટણ જિલ્લાની અંદર ટોટલ એવી 11 કેટેગરીમાં રાશન કાર્ડ ધારકોની યાદી આપવામાં આવી છે. 2.5 હેકરથી વધારે જમીન ધરાવતા હોય તેવા લોકોની યાદી આપવામાં આવે છે. ઉપરાંત જે લોકોને જીએસટી રિટર્ન 25 લાખથી વધારે તેવા અલગ અલગ પ્રકારની 11 પ્રકારની યાદી આપવામાં આવી છે. આ પ્રમાણે જોવા જઈએ તો જિલ્લાની 1,29,886 લાખ રાશનકાર્ડ ધારકો છે તેવા રાશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં ચાલુ છે અને અને જેમને નોટિસ મળે તે લોકો લોકો પુરાવા લઈને રજૂ કરશે તેમને રાશન કાર્ડમાં સરકારી અનાજનો જથ્થો મળશે પરંતુ પુરાવા યોગ્ય રજૂ નહી કરે તેમને સરકારી લાભો મળશે નહીં.
પાટણ જિલ્લાના 1,29,886 રાશનકાર્ડ ધારકોને નોટિસ આપવા ની કામગીરી શરૂ કરાઈ હતી. મર્યાદિત આવકોથી વધુ આવક ધરાવતા જમીન માલિકો -GST રિટર્ન વધુ આવતા તમામ રાશનકાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવશે. રાશન કાર્ડની જેને પણ નોટિસ મળેલ તેવા લોકોને પુરાવા માંગવામાં આવશે. પુરાવા સાચા હશે તેમના રાશન કાર્ડ ચાલુ રહેશે અને પુરાવા ખોટા હશે તેમને સરકારી અનાજ મળતું બંધ થઈ જશે.
પાટણ- 13689
પાટણ શહેર-4591
સિદ્ધપુર- 16809
સરસ્વતી- 18304
સમી- 13416
હારીજ- 11422
ચાણસ્મા- 14196
રાધનપુર- 14494
સાંતલપુર-15492
શંખેશ્વર- 7473





















