Valsad : પતિ વિદેશ જતાં યુવતીએ સાથે કામ કરતાં યુવક સાથે બાંધ્યા સંબંધ, ઘરમાં જ માણતા શરીરસુખ, પતિને પડી ગઈ ખબર ને.....
વલસાડના ઉદવાડા રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળવાના મામલે પારડી પોલીસે ભેદ ઉકેલ્યો છે. પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી. પતિની હત્યાને આત્મહત્યામાં ખપાવવા તરકટ રચ્યું હતું. પારડી પોલીસે મૃતક પતિની હત્યાના ગુનામાં તેની પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે.
વલસાડઃ પારડીની પરણીત યુવતીનો પતિ વિદેશમાં નોકરી કરવા જતાં યુવતીએ તેની સાથે નોકરી કરતાં યુવક સાથે આડાસંબંધો (Affair) બાંધ્યા હતા. પતિની ગેરહાજરીમાં પ્રેમી સાથે ઘરમાં જ રંગરેલિયા મનાવતી હતી. પતિ વિદેશથી પરત આવ્યા પછી પણ બંનેએ પ્રેમસંબંધ ચાલું રાખ્યા હતા. જોકે, પતિને આ અંગે ખબર પડી જતાં બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. પતિ પ્રેમસંબંધમાં આડખીલી બનતા બંનેએ તેની હત્યા કરવાનું નક્કી કરી નાંખ્યું હતું. જેને અંજામ આપીને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોલીસ તપાસમાં હત્યાનો ખુલાસો થયો હતો અને ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વલસાડ(Valsad)ના ઉદવાડા રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળવાના મામલે પારડી પોલીસે (Pardi Police) ભેદ ઉકેલ્યો છે. પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી. પતિની હત્યાને આત્મહત્યામાં ખપાવવા તરકટ રચ્યું હતું. પારડી પોલીસે મૃતક પતિની હત્યાના ગુનામાં તેની પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે. પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી લાશને રેલવે ટ્રેક પર ફેંકી ફરાર થાય હતા . ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. મૃતકની દીકરીના નિવેદનને આધારે કરતૂત ખુલી પડી ગઈ હતી.
પારડીના સરોધી ગામે બરવાડી ફળીયા ખાતે રહેતી ત્રણ સંતાનોની માતા એવી યુવતીને દોઢ વર્ષ અગાઉ તેના સહકર્મી યુવક સાથે આંખ મળી ગઈ હતી. પ્રેમી પ્રેમિકાને ઘરે પણ અવાર નવાર મળવા આવતો હોય પતિ સાથે ઝઘડો થતો હતો. પ્રેમ સંબંધમાં પતિ આડખીલીરૂપ હોય કાંટો કાઢી નાખવા પ્રેમી સાથે મળી યોજના બનાવી હતી. ગત 6 એપ્રિલે રાત્રે પતિ ઘરે સૂતો હતો ત્યારે પ્રેમી ત્યાં પહોંચી તેના માથામાં લાકડાના ફટકા મારી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આ પછી બંનેએ હત્યાને આપઘાતમાં ખપાવવા લાશ કારમાં ઉદવાડા અને પારડી રેલવે ટ્રેક વચ્ચે નાંખી દીધી હતી. અને તેની બાઈક પણ લાવી રેલવે ટ્રેક નજીક બિનવારસી મૂકી ઘરે ચાલી ગયા હતા.
પોલીસને પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની ઘટના લાગી હતી. પરંતુ પારડી પોલીસને ઘટના શંકાસ્પદ જણાતા તેમણે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન પત્ની અને તેના પ્રેમી ઉપર શંકા જતા બંનેની સઘન પુછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને ગુનો કબૂલતા બંનેની ધરપકડ કરી હતી. બંને ગુનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે તેમની 15 વર્ષની દીકરીએ સમગ્ર ઘટના જોઈ લીધી હતી. આ અંગે બાળકીએ પોલીસને જણાવતા તપાસમાં ઘરમાં તથા બોરિંગના ભાગેથી લોહીના નિશાન મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં બંને ભાંગી પડ્યા અને ગુનાની કબૂલાત કરી લીધી હતી. પતિ વિદેશમાં નોકરી માટે ગયો હતો અને એક વર્ષ અગાઉ જ વિદેશથી આવ્યો હતો. વિદેશમાં પતિ રહેતા પત્નીએ આડાસંબંધ બાંધ્યા હતા, જેમાં પતિની હત્યા કરવામાં આવી છે.