શોધખોળ કરો

ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં નાઈટ કરફ્યું લંબાશે કે નહીં ? આજે નિર્ણય આવી શકે છે

મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ અંગે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે. ગુરૂવારના હાઈકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુ અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે. રાત્રી કર્ફ્યૂ હટાવવો કે નહી તે અંગે આજે હાઈપાવર કમિટિની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. 31 ડિસેમ્બરે રાત્રી કર્ફયૂની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. ત્યારે સરકાર રાત્રી કર્ફ્યૂમાં છુટછાટ આપશે કે નહી પછી કર્ફયૂ યથાવત રાખશે તે અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ આગામી મહિને ઉત્તરાયણ આવી રહી છે. તેને લઈને પતંગના વેપારીઓ, હોટેલ સંચાલકોએ સાથે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ કર્ફ્યૂમાં છુટછાટ આપવાની માંગ કરી છે. ત્યારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે સાંજે સાત વાગ્યે મળનારી હાઈપાવર કમિટીની બેઠકમાં રાત્રિ કર્ફ્યૂ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત ઉત્તરાયણની માર્ગદર્શિકાને પણ આખરી ઓપ અપાશે. નોંધનીય છે કે, મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ અંગે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે. ગુરૂવારના હાઈકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ? ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે. વધુમાં સરકારને કહ્યું કે ચિંતા ન કરો કે લોકો નિરાશ થશે, બધાને ખુશ નહીં રાખી શકાય તો હાઈકોર્ટે સરકારને નાઈટ કર્ફ્યુ ક્યાં સુધી ચાલુ રાખવાનો છે તે અંગે સવાલ પૂછ્યો. જેના જવાબમાં સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યું કે જાન્યુઆરી સુધી યથાવત રાખવાનું આયોજન છે. ત્યારે હાઈકોર્ટે પણ કહ્યું કે નાઈટ કર્ફ્યુથી કોરોના સંક્રમણ કાબૂમાં લેવા સફળતા મળી છે ત્યારે યથાવત રાખવો જ જોઈએ એટલે નાઈટ કર્ફ્યુ લંબાઈ તે નિશ્ચિત છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ

Embed widget