શોધખોળ કરો
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Navratri Rain Forecast: જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં તડકા વચ્ચે વરસાદની આગાહી કરી છે.

Ambalal Patel Rain Forecast: તેમની આગાહી મુજબ, આજે મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
1/7

અંબાલાલ પટેલે જણાવ્યું કે 1 થી 3 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
2/7

નવરાત્રી દરમિયાન સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
3/7

વધુમાં, તેમણે 7 થી 14 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરી છે.
4/7

અરબી સમુદ્રમાં સર્જાનાર સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ તીવ્ર બની ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે, જે મુખ્યત્વે ઓમાન તરફ જવાની શક્યતા છે.
5/7

જો કે, જો ભારે દબાણ કે પવનની સ્થિતિ રહેશે તો તે સૌરાષ્ટ્ર અને કચ્છને પણ અસર કરી શકે છે.
6/7

બંગાળની ખાડીમાં સર્જાનાર ચક્રવાતને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
7/7

અંતે, અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાંથી વિદાય લેશે.
Published at : 30 Sep 2024 07:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
