Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી
શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી. આગામી દિવસોમાં નવી શાળાઓ બનાવવા મંજૂરી આપવામાં આવશે તેવું શિક્ષણ સમિતિ ચેરમેનનું નિવેદન. વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં પ્રશાસન નિષ્ફળ
સુરત શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત સ્કૂલો સામે ફક્ત નવ જેટલી જ શાળાને મંજૂર કરવામાં આવી છે. શહેરભરની કુલ 26 શાળાઓના નબળા સ્ટ્રક્ચર છે.. જે પૈકી ફક્ત નવ શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.. જેમાં પાલિકા, શિક્ષણ સમિતિએ ઝોન મુજબ વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં પ્રશાસન નિષ્ફળ ગયું છે. ઉધના-એ, કતારગામની ત્રણ ત્રણ શાળા, અઠવા, સેન્ટ્રલ,વરાછા એ ઝોનમાં ફક્ત એક એક સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા હોવા છતા સ્કૂલ એકદમ જર્જરિત હાલતમાં છે.. સ્થળાંતર કરાયેલી શાળાઓ પહેલા ઉતારી નવી બાંધવાની તસ્દી પણ લેવાઈ નથી..