Kutch: કચ્છમાં એક મહિલા યુવકની 3.22 કિલો ગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
કચ્છમાં ફરી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. પૂર્વ કચ્છ SOGએ ભચાઉ પાસેથી એક મહિલા અને એક યુવકને 3.22 કિલો ગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.
કચ્છમાં ફરી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. પૂર્વ કચ્છ SOGએ ભચાઉ પાસેથી એક મહિલા અને એક યુવકને 3.22 કિલો ગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. 5 લાખ 58 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે. થોડા દિવસ અગાઉ પશ્ચિમ કચ્છ SOGએ પણ એક મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી.
Southwest Monsoon: ભારતમાં કેવું રહેશે ચોમાસું ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે 96 ટકા (+/-5%) ચોમાસું રહેશે.આ વર્ષે સમગ્ર દેશમાં 83.7 મીમી વરસાદ પડશે. જુલાઈની આસપાસ અલ-નીનોની સ્થિતિ પ્રવર્તી શકે છે. ચોમાસા સાથે અલ-નીનોનો કોઈ સીધો સંબંધ રહેશે નહીં. પેસિફિક મહાસાગરમાં પેરુ નજીક સપાટીના ઉષ્ણતાને અલ નિનો કહેવામાં આવે છે. અલ નીનોના કારણે સમુદ્ર અને વાતાવરણના તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પરિવર્તનને કારણે સમુદ્રનું તાપમાન 4-5 ડિગ્રી વધે છે. અલ નીનોના કારણે સમગ્ર વિશ્વના હવામાનને અસર થઈ છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્ય વરસાદ પડશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રનના જણાવ્યા અનુસાર, પૂર્વ, ઉત્તરપૂર્વીય વિસ્તારો અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અલ નીનો જેટલાં વર્ષો સક્રિય છે, તે બધાં વર્ષ ચોમાસાની દૃષ્ટિએ ખરાબ નહોતાં. ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસી શકે છે અને તેની અસર ચોમાસાના બીજા તબક્કામાં જોવા મળી શકે છે.
દેશમાં સરેરાશ ઓછો વરસાદ પડશે તેમ હવામાન અંગે ભવિષ્યવાણી કરનારી પ્રાઇવેટ કંપની સ્કાયમેટ વેધર કંપનીએ જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વખતે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સામાન્યથી ઓછો વરસાદ પડશે. એજન્સીના અંદાજ મુજબ આ વખતે ચોમાસુ નબળું રહેવાથી ચાર મહિનામાં સામાન્ય કરતા 868 મિમી ઓછો વરસાદ પડશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર સામાન્યથી ઓછો વરસાદ પડવાની 40 ટકા શક્યતા છે. જ્યારે 15 ટકા શક્યતા એવી છે કે સામાન્યથી વધારે વરસાદ પડશે. 25 ટકા શક્યતા એવી છે કે સામાન્ય વરસાદ થશે. વધારે વરસાદ પડવાની શક્યતા શૂન્ય ટકા છે.
પ્રાઇવેટ હવામાન એજન્સીના ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ પડી રહ્યો હતો.જેનું કારણ લા નીના હતું જે હવે સમાપ્ત થઇ રહ્યું છે. બીજી તરફ હવે અલ નીનો વધી રહ્યું છે. અલ નીનો પરત ફરતા ચોમાસુ નબળું પડી શકે છે. આ કારણે દુષ્કાળ પડવાની શક્યતા છે અને ઓછા વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતા છે.