Panchmahal: વરસાદી પાણીનો નિકાલ ન થતા મહિલાઓ બની રણચંડી, ધારાસભ્યના ઘરે ધામા નાખતા થઈ જોયા જેવી
પંચમહાલ: ગોધરાનાં ખાડી ફળિયાના રામેશ્વર નગર ચિત્રા ખાડી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાને કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા જ વરસાદમાં સોસાયટીના રસ્તા-શેરીઓમાં જલ ભરાવની સ્થિતિ સર્જાઈ છે.
પંચમહાલ: ગોધરાનાં ખાડી ફળિયાના રામેશ્વર નગર ચિત્રા ખાડી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાને કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા જ વરસાદમાં સોસાયટીના રસ્તા-શેરીઓમાં જલ ભરાવની સ્થિતિ સર્જાઈ છે. વધુ વરસાદ પડે ત્યારે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા હોય છે અને ઘર વખરી સહિત મોટું નુક્શાન વેઠવાનો વારો આવતો હોય છે. ચોમાસાં દરમિયાન આ વિસ્તારનાં લોકો ભારે મુશ્કેલીમાં મૂકાતા હોય છે. વરસાદ રોકાયા બાદ પણ એક અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહે જેના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરજન્ય રોગનો સામનો કરવાનો વારો આવે છે.
છેલ્લાં દસ વર્ષથી પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છતાં આ વિસ્તારના લોકોની રજૂઆત ઘ્યાને લેવામાં નથી આવી ત્યારે સમસ્યાથી ત્રસ્ત સોસાયટીની મહિલાઓ પોતાની રજૂઆત લઈ ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજીનાં નિવાસ સ્થાને પહોચ્યા હતા અને ત્યા ધામા નાખ્યા હતા.
જોકે ધારાસભ્ય કોઇ કારણસર ઘરે મળી આવ્યા ન હતા પરંતુ ખાડી ફળીયા વિસ્તારની મહિલાઓ રજૂઆત લઈ ધારાસભ્યનાના દ્વારે પહોંચ્યા હોવાની જાણ થતા પાલિકા પ્રમુખ પણ ધારાસભ્યના નિવાસસ્થાને દોડી આવ્યા અને પાણીનાં નિકાલ માંટે કામ કામગીરી કરવા માટે આશ્વાસન આપવામાં આપ્યું હતું. આ તરફ ખાડી ફળીયા વિસ્તારની સોસાયટીના વરસાદી પાણીનાં નિકાલ માટેની કામગીરી માટે ગત વર્ષે રૂપિયા 72 લાખ ફાળવવામાં આવ્યા હતા અને આ કામગીરી જલ્દી પુર્ણ કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ સંજય સોનીએ જણાવ્યું હતું.
રાજ્યમાં આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા
રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ 16 અને 17 તારીખે પોરબંદર,જુનાગઢ,ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 17 અને 18 તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, 18 અને 19 તારીખે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સાથે આગામી તા. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial