શોધખોળ કરો

Gujarat Election 2022: શહેરમાં ભાજપનો પ્રચાર કરતા યુવકનું હુમલો, પોલીસે કર્યું હવામાં ફાયરિંગ

Gujarat Assembly Election 2022: પંચમહાલના શહેરાના ખાતે ભાજપનો પ્રચાર કેમ કરે છે તેમ જણાવી હુમલો કરવાની ઘટના સામે આવી છે. ગત 17 નવેમ્બરનાં રોજ આ ઘટના બની હતી.

Gujarat Assembly Election 2022: પંચમહાલના શહેરાના ખાતે ભાજપનો પ્રચાર કેમ કરે છે તેમ જણાવી હુમલો કરવાની ઘટના સામે આવી છે. ગત 17 નવેમ્બરનાં રોજ આ ઘટના બની હતી. ભાજપના કાર્યકરને જાનથી મારી નાખવાના ઈરાદે પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કરવા અંગે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી. શહેરા પોલીસ મથકે 8 ઇસમોની નામ જોગ તેમજ 50 ના ટોળા સામે ફરિયાદ નોધાઇ હતી. પોલીસ તપાસમાં કોગ્રેસના ઉમેદવાર ખાતું પગીનું નામ સામે આવ્યું છે.  ભાજપના કાર્યકરને બચાવવા માટે પીએસઆઈએ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ટિકીટ ન મળતા નારાજ ખાતું પગી બીજેપી છોડી કોંગ્રેસ પાર્ટીમાંથી બીજેપીના ઉમેદવાર જેઠા ભરવાડ સામે ચૂંટણી લડી રહ્યા છે. શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ખાતું પગીની આગોતરા જામીન અરજી તેમજ ઝડપાયેલા ૮ ઇસમોની રેગ્રયુલર જામીન અરજી ગોધરા સેસન કોર્ટ રદ્દ કરી છે.

ગોંડલના આ ગામમાં કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર મારવામાં આવતા વાતાવરણ તંગ

ગોંડલ વિધાનસભા જામવાડી ગામે કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર મારવામાં આવ્યો છે. જામવાળી ગામના જયદીપ પારખીયાને માર મારવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે. કોંગ્રેસના ઉમેદવાર યતિષ દેસાઈ ઘટના સ્થળે પહોંચ્યા છે. નોંધનિય છે કે, ગોંડલની બેઠકને સૌથી સંવેદનસીલ માનવામાં આવે છે, અહીં રીબડા જુથ અને ગોંડલના જયરાજસિંહ જાડેજાના જુથ વચ્ચે ઘણા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું  છે. થોડા દિવસ પહેલા રિબડા જુથ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી.

હાલમાં રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં  બોટાદમાં મતદાન સમયે મારામારીના સમાચાર સામે આવ્યા છે. બોટાદના પાટી ગમે કોંગ્રેસના એજન્ટ પર હુમલાના સમાચાર આવતા રાજકારણ ગરમાયું છે.  જગદીશ સવાણી નામની વ્યક્તિ પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે. બનાવના પગલે પોલીસ રવાના થઈ છે.

AAPના અલ્પેશ કથીરીયાએ BJP ઉમેદવાર કુમાર કાનાણીના લીધા આશીર્વાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 11 વાગ્યા સુધીમાં 18.95 ટકા મતદાન થયું છે.  મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. સુરતની વરાછા વિધાનસભા વિસ્તારમાં મતદાન દરમિયાન ભાજપ ઉમેદવાર કુમાર કાનાણી અને આપ ઉમેદવાર અલ્પેશ કથીરીયા આમને સામને આવી ગયા હતા. જે બાદ અલ્પેશ કથીરીયા કાકા કુમાર કાનાણીને પગે લાગ્યા હતા. કાકા કુમાર કાનાણીએ આશીર્વાદ આપ્યા હતા. કોણ જીતશે તેના જવાબમાં બંને જણાએ જનતા જીતશે તેમ જણાવ્યું હતું

19 જિલ્લાની આ 89 બેઠક પર થઈ રહ્યું છે પ્રથમ તબક્કાનું મતદાન

  • કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
  • સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
  • મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
  • રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય  જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
  • જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
  • જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
  • ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
  • અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
  • ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
  • બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ
  • નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
  • ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
  • સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
  • તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
  • ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
  • નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
  • વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)
  • 13 બેઠક SC, 27 બેઠક ST સહિત કુલ 40 બેઠક અનામત

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ ( ST) અનામત રહેશે. ગતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
New Year 2026: આ દેશોમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવા પર મળે છે જેલની સજા
New Year 2026: આ દેશોમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવા પર મળે છે જેલની સજા
દેશમાં કેટલા પ્રકારના છે રેલવે સ્ટેશન? જંક્શન-સેન્ટ્રલ સિવાય અન્ય વિશે પણ જાણો
દેશમાં કેટલા પ્રકારના છે રેલવે સ્ટેશન? જંક્શન-સેન્ટ્રલ સિવાય અન્ય વિશે પણ જાણો
Embed widget