શોધખોળ કરો

Hit And Run: ગીર સોમનાથમાં હિટ એન્ડ રનની ઘટના યુવકનું મોત

Hit And Run: ગીર સોમનાથમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.  ઉના નજીક કંસારી રોડ પર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહને યુવાનને હડફેટે લેતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Hit And Run: ગીર સોમનાથમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.  ઉના નજીક કંસારી રોડ પર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહને યુવાનને હડફેટે લેતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું. વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. 

ગુજરાત વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા ભાજપ સરકારે તૈયાર કરી ફોર્મ્યુલા

ગાંધીનગર: વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા ભાજપ સરકારે ફોર્મ્યુલા તૈયાર કરી છે. AAPને એક સમિતિમાં સ્થાન આપવાની સરકારની ફોર્મ્યુલા છે.  AAPના ધારાસભ્યો સમિતિમાંથી ઉમેદવારી પાછી ખેંચે તો એક સમિતિમાં સ્થાન અપાશે. AAPના 1 ધારાસભ્યને આદિજાતિ સલાહકાર પરિષદમાં સ્થાન આપવા ભાજપ સરકાર તૈયાર છે. કોંગ્રેસને પણ બે સમિતિઓમાં 1 - 1 સભ્ય વધારી આપવાની ફોર્મ્યુલા તૈયાર છે. જાહેર હિસાબ સમિતિ અને પંચાયતી રાજ સમિતિમાં કોંગ્રેસના 2 - 2 સભ્યોને સ્થાન આપવાની ફોર્મ્યુલા છે. AAP અને કોંગ્રેસ જો આ પ્રમાણે સમજૂતી કરશે તો ચૂંટણી કરવી નહિ પડે. 

Hit And Run: ગીર સોમનાથમાં હિટ એન્ડ રનની ઘટના યુવકનું મોત

ગુજરાતના આ એસટી ડ્રાઈવરને રાષ્ટ્રપતિ કરશે સન્માનિત

 27 વર્ષની નોકરીમાં એક પણ દીવસ રજા ન મૂકનાર અને એક પણ અક્સ્માત ન કરનાર ખેરાલુ ડેપોના એસટી ડ્રાઈવરને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ એસટી ડ્રાઇવરનું નામ છે પીરૂમિયા મીર જેની ગુજરાત રોડ સેફ્ટી માટે પસંદગી કરવામા આવી છે અને રાષ્ટ્રપતિના હાથે તેનું સન્માન કરવામાં આવશે. પીરૂમિયા મીર છેલ્લાં 27 વર્ષથી ગુજરાત પરિવાર નિગમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જો કે 27 વર્ષની નોકરીમાં તેમણે અંકલેશ્વર, અંબાજી અને ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવી છે. હાલ તેઓ ખેરોલ ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવે છે.

તેમની 27 વર્ષની નોકરીમાં પીરુભાઈએ એક પણ દિવસની રજા મૂકી નથી. હંમેશા તેઓ સમયસર પોતાની નોકરી ઉપર પહોંચી જાય છે. તેમના કારણે આજ સુધી ક્યારે એસટી બસ મોડી ઉપડી નથી. પીરુભાઈએ પોતાની ફરજ એવી નિષ્ઠાથી નિભાવી છે કે એસટી વિભાગ દ્વારા તેમને એક પણ નોટીસ મળી નથી. 27 વર્ષથી તેઓ લગાતાર એસટી ચલાવે છે પરંતુ તેમના હાથે એક પણ અકસ્માતની ઘટના બની નથી. જોકે પીરુમિયા મીરને સન્માનીત કરવાની જાહેરાત થતાં ખેરાલુ ડેપોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સહુ કોઈ પીરૂભાઇ મીરને અભિનદન આપી રહ્યા છે.

વલસાડ શહેરમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસના દરોડા

વલસાડ શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના આદર્શ સોસાયટીના મકાન નંબર 8માં દારૂની મેહફીલ માણતા 15 શખ્સો ઝડપાયા હતા. જેમાં પૂર્વ પાલિકા સભ્યના પતિ, ભાજપના હોદ્દેદારો અને નબીરાઓ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. આ સમયે પોલીસ ત્રાટકી અને પૂર્વ પાલિકા સભ્યના પતિ અને ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને ઝડપ્યા હતા. પોલીસે રોકડ રકમ, દારૂની બોટલ, 20થી વધુ મોબાઈલ ફોન સહિત મોંઘીદાટ કાર મળી 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget