Devbhumi Dwarka: શિવરાજપુર બીચ પર પેરાગ્લાઈડિંગ દરમિયાન યુવક નીચે પટકાયો, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફરવા લાયક સ્થળ શિવરાજપુર બીચ પર એક મોટી દુર્ઘટના બની છે. શિવરાજપુર બીચ પર એક યુવક પેરાગ્લાઈડિંગ દરમિયાન નીચે પટકાયો હતો.
દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફરવા લાયક સ્થળ શિવરાજપુર બીચ પર એક મોટી દુર્ઘટના બની છે. શિવરાજપુર બીચ પર એક યુવક પેરાગ્લાઈડિંગ દરમિયાન નીચે પટકાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યોછે. શિવરાજપુર બીચ પર યુવક પેરાગ્લાઈડિંગ સમયે નીચે પટકાયો હતો. જોકે આ ઘટનામાં યુવકનો કોઈ મોટી ઈજાઓ પહોંચી નથી.
શિવરાજપુર બીચ પર પેરાગ્લાઈડિંગ દરમિયાન યુવક નીચે પટકાયો #paragliding #ShivrajpurBeach #DevbhoomiDwarka pic.twitter.com/gFdklfMvBF
— ABP Asmita (@abpasmitatv) November 24, 2023
શિવરાજપુર બીચમાં પેરેગ્લાઈડિંગ સમયે અક્સ્માતની ઘટના બની હતી જેમાં સદનશીબે યુવકને કોઈ મોટી ઈજાઓ પહોંચી નથી. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે તમામ જગ્યાએ મોટા ભાગની બીચ સ્પોર્ટસ એક્ટિવીટ પર અંકુશ લગાવવો જરૂરી છે. બીચ પર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે.
શિવરાજપુર બીચ પર પરિવાર સાથે આવેલો યુવક પેરાગ્લાઈડિંગ કરી રહ્યો હતો. આ રાઇડની શરૂઆતમાં જ અચાનક પેરાગ્લાઈડિંગમાંથી યુવક નીચે પટકાયો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. યુવક નીચે પટકાતા તેને સામાન્ય ઇજા પહોંચી છે.
દ્વારકાનો શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ છે
ભારતે દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે, ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જેમાંથી 2 બીચ ગુજરાતના છે. એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દેવભૂમિદ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. દુનિયાના બ્લુ ફ્લેગ બીચો ધરવતા દેશોમાં ભારતે 8 બ્લુ ફ્લેગ બીચ સાથે સ્થાન મેળવી લીધું છે.
બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સહુથી સ્વચ્છ બીચ તરીકે માનવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઇકો લેબલ છે. બ્લુ ફ્લેગ લેબલ મેળવવા પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના અનેક કડક માપદંડોમાંથી પસાર થવું પડે છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરોંમેટલ એજ્યુકેશન નામની બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા આ સર્ટીફીકેશન આપવામાં આવે છે. ભારતે આ દિશામાં આગળ પગલું ભરતા બ્લુ ફ્લેગ લેબલ જેવા પોતાના ઇકો લેબલ બીમ્સ પણ તૈયાર કર્યા છે. બીમ્સનું આખું નામ છે બીચ એનવાયરોંમેન્ટલ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીઝ.
દ્વારકાના શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ આકર્ષિત થાય તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. દરિયા કિનારે પ્રવાસન ધીરે ધીરે વધી રહ્યું છે. 'બ્લુ ફ્લેગ' બીચની જાહેરાત પછી , ગુજરાત સરકારે તેની સુંદરતા પાછળ નાણાં ખર્ચવા અને તેને આંતરરાષ્ટ્રીય ધોરણના એક મુખ્ય પર્યટક સ્થળો તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે. શિવરાજપુર બીચને બે તબક્કામાં વિકસાવવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરશે.