Himachal Pradesh Election 2022 Live: હિમાચલ પ્રદેશમાં 65.92 ટકા મતદાન
HP Election Live: સવારે વોટિંગની રફતાર ખૂબ જ ધીમી હતી..હિમાચલમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 37.19 ટકા વોટિંગ
LIVE
Background
HP Election Live: હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીને 35 સીટોની જરૂર હોય છે. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 44 બેઠકો જીતીને સરકાર બનાવી હતી.
પીએમ મોદીએ વોટ કરવાની અપીલ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાનની શરૂઆત પહેલા ટ્વીટ કરીને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થવાનું છે. તેમણે દેવભૂમિના તમામ લોકોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તેમજ પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને શુભેચ્છા પાઠવી હતી.
हिमाचल प्रदेश की सभी विधानसभा सीटों के लिए आज मतदान का दिन है। देवभूमि के समस्त मतदाताओं से मेरा निवेदन है कि वे लोकतंत्र के इस उत्सव में पूरे उत्साह के साथ भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने वाले राज्य के सभी युवाओं को मेरी विशेष शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 12, 2022
વિશ્વના સૌથી ઊંચા મતદાન મથક 'તાશિગાંગ'માં 98.085 ટકા મતદાન
સિરમૌરમાં સૌથી વધુ 72.35 ટકા મતદાન
ચૂંટણી પંચે કહ્યું કે મતદાન પૂર્ણ થઈ ગયું છે. સિરમૌરમાં સૌથી વધુ 72.35 ટકા મતદાન નોંધાયું હતું. તે જ સમયે, કિન્નૌરમાં સૌથી ઓછા લોકોએ તેમના મતનો ઉપયોગ કર્યો હતો, જ્યાં 62 ટકા મતદાન થયું હતું.
હિમાચલના આ બુથમાં 98 ટકાથી વધુ વોટિંગ
51 out of 52 voters voted in the world's highest polling station booth in Tashigang, Himachal Pradesh. 98.08% voter turnout has been recorded. #HimachalPradeshElections
— ANI (@ANI) November 12, 2022
3 વાગ્યા સુધીમાં 55 ટકા વોટિંગ
55% voter turnout recorded in Himachal Pradesh till 3 pm #HimachalPradeshElections
— ANI (@ANI) November 12, 2022
HP Election 2022: મંડીમાં સૌથી વધુ મતદાન
મંડીમાં સૌથી વધુ મતદાન
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. એબીપી ન્યૂઝે સિરાજના પોલિંગ બૂથના તમામ મતદારો સાથે વાતચીત કરી. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા આવી હતી. મતદારોનું કહેવું છે કે તેઓ અહીં કામ માટે મત આપવા આવ્યા છે. અનેક મહિલાઓ બરફ વર્ષાને કારણે મહામુશ્કેલીએ અહીં પહોંચી હતી. મંડીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 21.92 ટકા મતદાન નોંધાયું છે.
ઘણા મતદાન અધિકારીઓ સવારે મતદાન મથકો પર પહોંચવા માટે બરફથી ઢંકાયેલા રસ્તાઓ ઓળંગ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હોવાથી, મતદાન અધિકારીઓએ સવારે બરફથી ઢંકાયેલ વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થઈને રાજ્યના ઉચ્ચ વિસ્તારોમાં પહોંચ્યા. છેલ્લા કેટલાક દિવસોમાં હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષાથી રાજ્યના ઘણા મતદાન મથકોને બરફ છવાય ગયો છે. જેના કારણે આ વિસ્તારોમાં પહોંચવું મતદાન પક્ષો માટે પડકારરૂપ બન્યું છે.