શોધખોળ કરો

દેશના કયા જિલ્લાઓમાં 6થી 8 અઠવાડિયાનું લોકડાઉન જરૂરી હોવાની ICMR સલાહ? 

ન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)ના હેડ ડો. બલરામ ભાર્ગવે કોરોનાનો સંક્રમણ રેટ 10 ટકાથી વધુ હોય તે જિલ્લામાં 6 થી 8 સપ્તાહનું લોકડાઉન લાદવાની સલાહ આપી છે. 

સમગ્ર ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. અનેક લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. ત્યારે કોરોના સંક્રમણ રોકવા કેટલાક રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. તેમજ ગુજરાતમાં 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવી છે. આ સમયે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)ના હેડ ડો. બલરામ ભાર્ગવે કોરોનાનો સંક્રમણ રેટ 10 ટકાથી વધુ હોય તે જિલ્લામાં 6 થી 8 સપ્તાહનું લોકડાઉન લાદવાની સલાહ આપી છે. 

ભાર્ગવે મંગળવારે  જણાવ્યું હતું કે અત્યારે ભારતમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકાની આસપાસ છે. 734 માંથી 310 જિલ્લામાં આ રેટ લગભગ સમાન છે અથવા તો આના જેટલો જ છે. કોરોનાની પહેલી અને બીજી લહેરની જો તુલના કરવામાં આવે તો એ જાણવા મળે છે કે ઉંમરનું અંતર વધારે જણાઈ રહ્યું નથી. 40 વર્ષથી વધુ ઉંમરના લોકો પ્રતિકૂળ અસરો માટે વધુ સંવેદનશીલ હોય છે.

તેમણે જણાવ્યું હતું કે, બીજી લહેરની શરૂઆતમાં મોટાભાગનાં યુવાનો બહાર નીકળ્યા હતા અને ત્યારે પહેલાથી કેટલાક વાયરસનાં અંશ તો વાતાવરણમાં જીવંત હતા, તેથી એમનામાં પણ સંક્રમણનો દર વધ્યો હતો. અત્યારે દેશ કોરોના મહામારીની સૌથી ભયાનક લહેરનો સામનો કરી રહ્યો છે. કારણ કે દેશમાં પ્રતિદિન 4 લાખથી વધુ પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે.

દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન ભારતમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 4200થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે.   દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.     

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 33 લાખ 40 હજાર 938
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
  • કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099
  • કુલ મોત - 2 લાખ 54 હજાર 197

છેલ્લા 11 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

11 મે

3,29,942

3876

10 મે

3,66,161

3754

9 મે

4,03,738

4092

8 મે

4,07,078

4187

7 મે

4,14,188

3915

6 મે

4,12,262

3980

5 મે

3,82,315

3780

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

17 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 52 લાખ 35 હજાર 991 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,75,83,991 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 મે ના રોજ 19,83,804 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Banaskantha : બનાસકાંઠામાં ચૂંટણીને લઈને આવ્યો મોટો ટ્વિસ્ટઉમેદવારોના નામ જાહેર થતા Congressમાં કકળાટની સ્થિતિ, જુઓ પંચમહાલ કોંગ્રેસ ઉમેદવાર શું બોલ્યા ?Congress : દાહોદ જિલ્લા કોંગ્રેસમાં પડ્યું વધુ એક ભંગાણ, યુથ કોંગ્રેસના મહામંત્રીએ આપ્યું રાજીનામુંBJP : લોકસભાની ચૂંટણી પહેલા નવસારી જિલ્લા ભાજપને લાગ્યો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?
Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ
LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
Embed widget