શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રના ધુલેમાં બસ-કન્ટેનર વચ્ચે અકસ્માતમાં ઘટનાસ્થળે 11નાં મોત
રવિવારે રાત્રે બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 11 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે 20ને ઈજાઓ થઈ હતી. જેમાં 8ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત શહાદા-ઔરંગાબાદ રોડ પર દોંડાઈચા ગામ પાસે સર્જાયો હતો.
મુંબઈ: મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રવિવારે રાત્રે બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 11 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે 20ને ઈજાઓ થઈ હતી. જેમાં 8ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત શહાદા-ઔરંગાબાદ રોડ પર દોંડાઈચા ગામ પાસે સર્જાયો હતો.
અકસ્માત થતાં જ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અકસ્મતાના કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. બસ ઔરંગાબાદ તરફ જઈ રહી હતી. બસમાં 40 મુસાફરો સવાર હતાં. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતાં. એસપી વિશ્વાસ પંધારે જણાવ્યું હતું કે, બસ અને ટ્રક સામ-સામે અથડાયા હતાં. તેમાં 11 લોકોના મોત નિપજ્યા હતાં જ્યારે બે લોકોના મોત હોસ્પિટલમાં થયા હતા.
મૃતકોમાં 3 મહિલાઓ સામેલ છે. ઈજાગ્રસ્તોની સારવાર શહાદાની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની સૂચના મળ્યાં બાદ મોડી રાતે મંત્રી જયકુમાર રાવલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતના લઈને હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો જે બે કલાક બાદ ખુલ્લો થયો હતો.Maharashtra: 10 dead and 20 injured after a bus collided with a canter truck near Nimgul village in Dhule, late last night. pic.twitter.com/7i49q3z3pT
— ANI (@ANI) August 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement