Jammu & Kashmir : પૂંચમાં મિનિ બસને નડ્યો અકસ્માત, 11 લોકોના મોત
પૂંચના સવજીયન વિસ્તારમાં મિનિ બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા છે. આર્મ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.
Jammu & Kashmir : પૂંચના સવજીયન વિસ્તારમાં મિનિ બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા છે. આર્મ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. અનેક ઘાયલોને સારવાર માટે મંડિની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો આવી રહી છે. આ વિગતો એએનઆઇને મંડીના તેહસિલદાર શેહઝાદ લતિફે આપી છે.
UPDATE | 11 total deaths yet reported in the mini-bus accident that occurred in the Sawjian area of Poonch in J&K.
— ANI (@ANI) September 14, 2022
Lt Governor of J&K, Manoj Sinha announces relief of Rs 5 lakh each for family members of the deceased. Also directs authorities to provide the best treatment to those injured. https://t.co/Ow5JYrfb2E pic.twitter.com/N7CAVcFYDB
— ANI (@ANI) September 14, 2022
જમ્મુ-કશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને જિલ્લા અધિકારીઓ દ્વારા સારી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
Drugs : ડ્રગ્સ મુદ્દે ગુજરાત ATSનું મોટું ઓપરેશન, મધદરિયેથી 200 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ
અમદાવાદઃ ડ્રગ્સ મુદ્દે ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળી એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આઇએમબીએલથી 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે. મધદરિયેથી ડ્રગ્સ સાથે બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવ્યું છે. પંજાબના કપુરથલા જેલમાં બંધ એક નાઇઝીરીયન રેકેટ ચલાવતો હતો. પંજાબની જેલમાંથી ચલાવાતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સયુંકત મેગા ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકીસ્તાની બોટ સાથે ૪૦ કિલો હેરોઈન ઝડપી પાડયું છે. પાકિસ્તાની બોટ અલ તૈયસાને બોટમાં સવાર ૬ પાકીસ્તાની ક્રુની પણ કરી અટકાયત. પાકિસ્તાની અલ તૈયસાને બોટમાં 200 કરોડની કિંમતનું આશરે 40 કિલો હેરોઇન વહન કરતી પકડાઇ. તપાસ માટે બોટને જખૌ લાવવામાં આવી રહી છે.
Gujarat Election : ઉમેદવારોની જાહેરાત સાથે AAPમાં કકળાટ શરૂ, પૈસાના જોરે ટિકિટ મળતી હોવાનો આક્ષેપ
અમદાવાદઃ ઉમેદવાર જાહેર થતાં જ આમ આદમી પાર્ટીમાં કકળાટ શરૂ થયો ચે. વેજલપુરના ઉમેદવાર સામે શહેર ઉપપ્રમુખની નારાજગી સામે આવી છે. અમદાવાદ આપના ઉપપ્રમુખ શાકિર શેખે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. કલ્પેશ પટેલે પૈસાના જોરે ટિકિટ મેળવી હોવાનો શાકિર શેખનો આક્ષેપ છે. આમ આદમી પાર્ટી પોતાના મુદ્દાઓથી ભટકી રહી છે.
કાર્યકરોની બાદબાકી કરી આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હોવાનો આક્ષેપ શેખે કર્યો છે. કલ્પેશ પટેલ આપનો કાર્યકર પણ નથી છતાં પૈસાના જોરે ટિકિટ આપી. અમદાવાદમાં આપને એકપણ બેઠક નથી મળવાની. હજુ ઘણા આગેવાનો અને કાર્યકરો નારાજ છે. આગામી દિવસોમાં આપના આગેવાનો અને કાર્યકરો રાજીનામા આપશે.