શોધખોળ કરો
Advertisement
ઉત્તરપ્રદેશ: બુલંદશહેરમાં 14 વર્ષની સગીરા સાથે ગેંગરેપ, ચાર યુવકોની ધરપકડ
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં 14 વર્ષની એક સગીર બાળા પર ત્રણ યુવકોએ બળાત્કાર ગુજાર્યો છે. તેનો વિડિયો બનાવીને સોશ્યલ મિડિયા પર વાયરલ કરી દિધો છે.
નવી દિલ્હી: સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર ઉન્નાવના ગેંગરેપના સમાચારની હજુ તો શાહી પણ સુકાઇ નથી ત્યાં ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં 14 વર્ષની એક સગીર બાળા પર ત્રણ યુવકોએ બળાત્કાર ગુજાર્યો છે. તેનો વિડિયો બનાવીને સોશ્યલ મિડિયા પર વાયરલ કરી દિધો છે. મહિલા સુરક્ષાને લઈને યોગી સરકાર ફેલ સાબિત થઈ રહી છે.
જો કે પોલીસે બળાત્કાર કરનારા ત્રણે યુવકો અને વિડિયો બનાવનાર અન્ય યુવકને ઝડપી લીધા હતા અને કિશોરીને ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી. કિશોરી ખેતરમાં શાકભાજી વિણતી હતી તે દરમિયાન આરોપીઓએ તેને બંદક બનાવી હવસનો શિકાર બનાવી હતી.
એક અહેવાલ પ્રમાણે ત્રણે બળાત્કારીઓ પણ સગીર વયના છે. આ ગેંગરેપની ફરિયાદ કિશોરીના કાકાએ લખાવી હતી. પોલીસ વધુ પૂછપરછ કરી રહી હતી. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર સામે દિવસે દિવસે લોકોનો રોષ વધી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement